હજુ 15 ઓક્ટોબર પછી જ રસ્તાઓની હાલત સુધરશે, જાણો કારણ

PC: https://www.telegraphindia.com

ગુજરાતમાં ભારે વરસાદના કારણે માર્ગોની હાલત કથળી છે ત્યારે રાજ્ય સરકારે કહ્યું છે કે 15મી ઓક્ટોબર પછી ડામરના પ્લાન્ટ શરૂ થતાં સમસ્યાનો નિકાલ આવશે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિભાગના મંત્રી અને અધિકારી સાથે રાજ્યમાં માર્ગોમાં પડેલા ખાડા અને ધોવાઇ ગયેલા માર્ગો અંગે ચર્ચા કરી હતી.

રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ કહ્યું હતું કે મુખ્યમંત્રીએ એવી સૂચના આપી હતી કે હજી પણ જ્યાં માર્ગો પર ખાડા છે તે પૂરવા માટેની કાર્યવાહી કરવાની આવશ્યકતા છે. તેમણે માર્ગ-મકાન વિભાગના અધિકારીને કહ્યું હતું કે લોકોની યાતનાનો ઝડપથી ઉકેલ લાવો.

વાઘાણીએ કહ્યું હતું કે સામાન્ય રીતે ચોમાસાના સમયમાં ડામરના પ્લાન્ટ બંધ હોય છે અને તે 15મી ઓક્ટોબર પછી શરૂ થતાં હોય છે. આ સમયગાળામાં કામદારોની પણ અછત વર્તાતી હોય છે. અત્યારે ડામરની અછત છે પરંતુ બે ત્રણ દિવસમાં પ્લાન્ટ શરૂ થતાં ખરાબ થઇ ગયેલા માર્ગોની મરામતના કામ હાથ પર લેવાશે.

ઉલ્લેખનીય છે કે રાજ્યના માર્ગ-મકાન વિભાગના મંત્રી પૂર્ણેશ મોદીએ ખાડા પુરવાનું એક વોટ્સઅપ અભિયાન ઉપાડ્યું હતું અને તેમણે હમણાં જ એવો દાવો કર્યો છે કે રાજ્યના 90 ટકા માર્ગોના ખાડા પૂરવામાં આવ્યા છે. જો કે હજી કેટલીક જગ્યાએ ખાડા પૂરવાના બાકી હોવાનું સરકારે સ્વિકારી કહ્યું હતું કે ડામર અને કામદારોની અછત દૂર થતાં બાકીના કામ ઝડપથી પૂર્ણ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp