પાન-મસાલાના દાગ સાફ કરવા રેલવે દર વર્ષે એટલા રૂપિયા ખર્ચે છે જે જાણીને ચોંકી જશો

PC: indiatimes.com

દેશભરમાં સ્વચ્છતા અભિયાનને લઇ સતત લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે અને સરકાર પણ લોકોને સફાઇ રાખવાની અપીલ કરે છે. પણ શહેરોથી લઇ રેલવે સ્ટેશનો પર સામાન્ય લોકો ગંદગી ફેલાવવાથી બાજ આવતા નથી. જેને લીધે સરકાર માટે મુશ્કેલી વધી જાય છે. આટલી કોશિશો છતાં સાર્વજનિક સ્થળો પર પાન મસાલા થૂંકવા આજે પણ સામાન્ય વાત છે.

સફાઇ પર કરોડો રૂપિયા ખર્ચ

ભારતીય રેલવે દર વર્ષે પાન મસાલા થૂક્યા પછી થતી ગંદગીને સાફ કરવા પર લગભગ 1200 કરોડ રૂપિયા અને લાખો લીટર પાણી ખર્ચ કરે છે. આ આંકડો કોઇને પણ ચોંકાવી શકે છે. પણ દેશમાં રેલવે સ્ટેશન અને ટ્રેનોની સંખ્યાની સાથે સાથે મુસાફરોની સંખ્યાને જોતા આ રકમ વ્યાજબી છે. કોરોના કાળમાં લોકોને સાફ સફાઇનું ખાસ ધ્યાન રાખવા કહેવામાં આવ્યું. તેમ છતાં લોકોએ તેમના વર્તનમાં જરા પણ સુધારો કર્યો નહીં.

હવે રેલવે આ સમસ્યાથી છૂટકારો મેળવવા માટે અલગી રીત શોધી લીધી છે. રેલવે પીકદાનની વેન્ડિંગ મશીન કે કિયોસ્ક લગાવવા જઇ રહ્યું છે. જ્યાંથી તમે થૂંકવા માટે સ્પિટૂન પાઉચ ખરીદી શકો છો. જેની કિંમત 5 થી 10 રૂપિયાની વચ્ચે રહેશે. હાલમાં મુસાફરો માટે દેશના 42 સ્ટેશનો પર આવા સ્ટોલ શરૂ કરવાની યોજના છે.

ઈઝીસ્પિટ વેન્ડિંગ મશીન લગાવવાના શરૂ

રેલવેના વેસ્ટ, નોર્થ અને સેન્ટ્રલ રેલવે ઝોને આના માટે નાગપુરની એક સ્ટાર્ટઅપ ઈઝીસ્પિટને કરાર આપ્યો છે. આ પીકદાનને કોઇપણ વ્યક્તિ સરળતાથી પોતાના ખિસ્સામાં રાખી શકે છે. આ પાઉચની મદદથી યાત્રી કોઇપણ દાગ વિના કશે પણ થૂકી શકે છે. આ બાયોડિગ્રેબલ પાઉચને 15-20 વાર યૂઝ કરી શકાય છે. આ થૂંકને ઘન પદાર્થમાં ફેરવી દે છે. એકવાર સંપૂર્ણ રીતે ઉપયોગ કર્યા પછી આ પાઉચોને માટીમાં નાખી દેવામાં આવે છે. આ કંપનીએ સ્ટેશનો પર ઈઝીસ્પિટ વેન્ડિંગ મશીન લગાવવાના શરૂ કરી દીધા છે.

રેલવેને આશા છે કે યોજનાની શરૂઆત પછી લોકો થૂકવા માટે થેલીનો ઉપયોગ કરશે અને સાર્વજનિક સ્થળો પર ગંદગી ફેલાવશે નહીં. આવું કરવાથી ન માત્ર સ્ટેશનો અને ટ્રેનો સ્વચ્છ રહેશે બલ્કે રેલવેને કરોડોની બચત પણ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp