ગુજરાતમાં 3 કંપનીઓ મળીને ઇલેક્ટ્રિક વાહનોની બેટરીઓ બનાવશે

PC: orissa-international.com

સુઝુકી મોટર કોર્પ, ડેન્સો કોર્પ અને તોશિબા ડિસેમ્બર સુધી ગુજરાતમાં જોઈન્ટ વેન્ચર યુનિટમાં લિથિયમ-આયન સેલનું વ્યાવસાયિક ઉત્પાદન શરૂ કરવાની તૈયારી કરી રહ્યા છે. કંપનીની યોજનાઓ બાબતો જાણકારી રાખતા સૂત્રોએ આ જાણકારી આપી છે.

આ ઘટનાક્રમ સુઝૂકીની ભારતની સબસિડિયરી કંપની મારૂતિ સુઝુકીને 2025 સુધી નવી ટેક્નોલોજીવાળા વાહનોને લોન્ચ કરવાની યોજનાની વધુ નજીક લઈ જશે, જેમાં હાઈબ્રિડ અને બેટરીવાળા ઈલેક્ટ્રીક વાહન (ઈવી) પણ શામેલ છે. ઉત્પાદન એવા સમયે શરૂ થવાનું છે જ્યારે ભારતમાં મોટાભાગના ઓટોમેકર્સ, નાતિગત અને અનેક પ્રોત્સાહન યોજનાઓ વચ્ચે તેમની ઇલેક્ટ્રિક યોજનાઓ વધારી રહ્યા છે.

તાજેતરમાં ટાટા મોટર્સ પણ તેમની સાથે જોડાઈ છે. લિથિયમ-આયન સેલનું ઉત્પાદન એકમ, જે ભારતમાં આ પ્રકારનો સૌથી મોટો પ્લાન્ટ છે, 2017 માં રૂ. 1,250 કરોડના રોકાણ સાથે ત્રણ કંપનીઓ વચ્ચે 50:40:10 વાળા જોઈન્ટ વેન્ચર તરીકે સ્થાપવામાં આવ્યું હતું. સંયુક્ત સાહસને ભારતમાં આધુનિક કેમિકલ સેલ મેન્યુફેક્ચરિંગ માટે સરકારની પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ (PLI) સ્કીમ હેઠળ મુક્તિ મળવાની પણ અપેક્ષા છે.

 લિથિયમ-આયન સેલ ઇલેક્ટ્રિક વાહનનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે. મોટાભાગના ઇલેક્ટ્રિક વાહન ઉત્પાદકો હાલમાં બેટરી અને સેલ ચીનથી ખરીદે છે, જે વિશ્વના લિથિયમ-આયન સેલનું સૌથી મોટું ઉત્પાદક છે. ટોયોટા અને સુઝુકી તરફથી આવનારી ઇલેક્ટ્રિક અને હાઇબ્રિડ મોડલની જરૂરિયાતોને પૂરી કરવા ઉપરાંત, યુનિટ અન્ય કંપનીઓને પણ સપ્લાય કરી શકે છે અને નિકાસ બજાર પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે, એમ સૂત્રએ જણાવ્યું હતું.

મારૂતિ સુઝુકી ઈન્ડિયાના પ્રવક્તાએ કહ્યું કે, અમે વર્ષ 2025 સુધી કોઈ ઈલેક્ટ્રીક વાહન લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે. આ દિશામા સુઝુકી અને ટોયોટા વચ્ચે જોઈન્ટલી પ્રોટોટાઈપ ટેસ્ટિંગની કવાયત કરવામાં આવશે. એન્ટીક ઈન્સ્ટિટ્યુશનલ ઈક્વિટીઝના વાઈસ પ્રેસિડેન્ટ (રિસર્ચ) અમિત મિશ્રાએ જણાવ્યું હતું કે, અન્ય કેટલાક ભાગીદારોથી વિપરીત, મારુતિ એક બોટમ-અપ સ્ટ્રેટેજીને અનુસરે છે અને વધુ સ્થાનિકીકરણ પર ભાર મૂક્યો છે.

આ તેમના વીજળીકરણ અભિગમમાં પણ સ્પષ્ટ છે, કારણ કે સુઝુકીએ ગુજરાતમાં લિથિયમ-આયન બેટરી પ્લાન્ટમાં પહેલેથી જ રોકાણ કર્યું છે. મિશ્રાએ કહ્યું કે, મારુતિ હાઇબ્રિડ અને ઇલેક્ટ્રિક વાહનો માટે અન્ય જટિલ સ્પેરપાર્ટ્સ સ્થાનિક ધોરણે કરવાની તેની યોજનાઓ પર કામ કરી રહી છે, જે આ અદ્યતન ટેકનોલોજીઓને ભારતીય ગ્રાહકો માટે સસ્તું અને સુલભ બનાવશે.

તેમણે ઉમેર્યું હતું કે સ્થાનિકીકરણ પર મારુતિનો વધુ ભાર ભારતમાં આધુનિક વાહન તકનીકોની સપ્લાય ચેઇન વિકસાવવામાં મદદ કરશે. હાલમાં જ ટાટા ગ્રુપની પ્રમુખ કંપનીએ કહ્યું હતું કે, તે ઈલેક્ટ્રીક વાહન કંપનીમાં ટીપીજી રાઈજ ક્લાયમેટ સાથે તેની સહ-રોકાણકાર એડીક્યૂ સાથે પોતાના કરાર તરીકે એક અબજ ડોલર (7500 કરોડ રૂપિયા) એકઠા કરશે.

આ રોકાણ 9.1 અબજ ડોલર (67349 કરોડ રૂપિયા) સુધીના ઈક્વિટી મૂલ્યાંકન તરીકે સામે આવ્યા છે. અમુક લોકોનું માનવું છે કે, ઈલેક્ટ્રીક વાહન ક્ષેત્રમાં મારૂતિ મોડેથી પ્રવેશ કરી હોવાથી ટાટા મોટર્સને પ્રતિસ્પર્ધાત્મક લાભ મળશે, જે વ્યાજબી ભાવે ઈલેક્ટ્રીક કારોની સીરીઝનું નિર્માણ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp