ઓસ્ટ્રેલિયન દિગ્ગજના મતે ભવિષ્યમાં ભારતીય ટીમની કેપ્ટન્સી કરશે હાર્દિક પંડ્યા

PC: BCCI

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)મા પહેલી વખત રમી રહેલી ટીમ, ગુજરાત રાઇટન્સ (GT)નું પ્રદર્શન શાનદાર રહ્યું છે અને તે આ સીઝનમાં પ્લેઓફમાં પહોંચનારી પહેલી ટીમ બની ગઈ છે. હાર્દિક પંડ્યા પહેલી વખત કેપ્ટન્સી કરતો જોવા મળ્યો અને તેણે પહેલી જ સીઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું. આ આખી સીઝન હાર્દિક પંડ્યાની કેપ્ટન્સીના ખૂબ વખાણ થયા અને તેમાંથી એક પૂર્વ ઓસ્ટ્રેલિયન દિગ્ગજનું નામ પણ જોડાઈ ગયું છે. પૂર્વ ઓસ્ટ્રેલિયન ચાઇનામેન બોલર બ્રેડ હોગે હાર્દિક પંડ્યાના વખાણ કરતા કહ્યું કે, તે ભવિષ્યમાં ભારતીય ટીમની કેપ્ટન્સી કરતો નજરે પડશે.

બ્રેડ હોગે પોતાની યુટ્યુબ ચેનલ પર પોસ્ટ કરેલા વીડિયોમાં કહ્યું કે, ઘણા બધા લોકો સવાલ પૂછી રહ્યા છે કે શું હાર્દિક પંડ્યા સફેદ બોલ ક્રિકેટમાં ભારતીય ટીમની કેપ્ટન્સી કરી શકે છે? નિશ્ચિત રૂપે તે કરી શકે છે. આ વર્ષના બધા IPL કેપ્ટનમાંથી હાર્દિક પંડ્યાનું પ્રદર્શન સૌથી સારું રહ્યું છે. તેણે જે રીતે મહેન્દ્ર સિંહ ધોની, વિરાટ કોહલી અને રોહિત શર્માની સ્ટાઈલ અપનાવી છે તે પ્રશંસાપાત્ર છે. હર્દિક પંડ્યાએ માત્ર કેપ્ટન્સીમાં જ નહીં, પરંતુ પોતાના પ્રદર્શનથી પણ ખૂબ પ્રભાવિત કર્યા છે.

મુંબઈ ઇન્ડિયન્સમાં મધ્ય ક્રમમાં કે પછી ફિનિશરના રૂપમાં તેનો ઉપયોગ કરવામાં આવતો હતો, પરંતુ ગુજરાત ટાઈટન્સ (GT)મા હાર્દિક પંડ્યાએ સતત ત્રીજા કે ચોથા નંબર પર બેટિંગ કરી છે. તેણે ઇનિંગ સંભાળવા સાથે જ પોતાની ટીમને સારા સ્કોર સુધી પહોંચાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. હાર્દિક પંડ્યા આ સીઝનમાં પોતાની ટીમ માટે બીજો સૌથી વધુ રન બનાવનારો બેટમેન છે. હાર્દિક પંડ્યાએ 11 મેચમાં 38.22ની એવરેજ સાથે 344 રન બનાવ્યા છે, જેમાં 3 અરધી સદી સામેલ રહી છે. સીઝનની શરૂઆતમાં હાર્દિક પંડ્યાએ સતત બોલિંગ કરી હતી, પરંતુ હાલમાં તે બોલિંગ કરી રહ્યો નથી અને આ સીઝન નેતા નામે 4 વિકેટ પણ છે.

થોડા અઠવાડિયા અગાઉ પણ બ્રેડ હોગે હાર્દિક પંડ્યાના વખાણ કર્યા હતા. તેણે હાર્દિક પંડ્યાને આ સીઝનનો બેસ્ટ કેપ્ટન કહ્યો હતો. તેણે એ પણ જણાવ્યું હતું કે આખરે કયા કારણે તે આ સમયે શાનદાર કેપ્ટન છે. બ્રેડ હોગે કહ્યું કે હાર્દિક પંડ્યા એવો કેપ્ટન છે જે મુશ્કેલ સમયમાં આત્મવિશ્વાસ દેખાડે છે અને પોતે આગળ આવીને ટીમને લીડ કરે છે. જ્યારે ગુજરાતની ટીમ સંકટમાં હોય છે ત્યારે હાર્દિક પંડ્યા શાનદાર બોલર હોવા છતા પોતે બોલિંગ કરે છે અને સફળ પણ સાબિત થયો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp