26th January selfie contest

મેચમાં આવી ગઇ કાળી બિલાડી પણ ટ્રોલ થયો કોહલી, જુઓ રીએક્શન

PC: aajtak.in

મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાયેલી રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ વચ્ચેની મેચમાં રસપ્રદ ઘટના બની હતી.  રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરની બેટિંગ શરુ થઇ ત્યારે સાઈડ સ્ક્રીન પાસે એક કાળી બિલાડી બેસી ગઈ હતી. આ રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ઇનિંગની શરૂઆતમા બન્યું. તે સમયે વિરાટ કોહલી અને ફાફ ડુ પ્લેસિસ ક્રિઝમાં હતા. આ ઘટનાને લઈને લોકોએ કોહલીને ટ્રોલ કરવાની શરુ કરી દીધી હતી.

રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ઈનિંગની શરૂઆત થતા સાથે જ એક કાળી બિલાડી આવી અને સાઈડ સ્ક્રિન પાસે બેસી ગઈ. જેને જોઇને ફાફ ડુ પ્લેસિસ ચકિત થઇ ગયો. બિલાડી જ્યાં સુધી સાઈડ સ્ક્રિન પાસે બેસી રહી ત્યાં સુધી રમત બંધ રાખવી પડી હતી. જ્યારે બિલાડી ત્યાંથી ગઈ ત્યારે રમત શરુ કરવામાં આવી હતી. સોશિયલ મીડિયામાં તેના વીડિયો અને ફોટો ઘણા વાઈરલ થયા હતા. જો કે લોકોએ આ ઘટનાને લઈને વિરાટ કોહલીને ટ્રોલ કરવાની શરુઆત કરી હતી.

એક યુઝરે લખ્યું કે, ડીયર કોહલી, જો તું ખરાબ નજરથી બચવા માંગે છો તો તું ટ્વીટર ઉપર વર્કઆઉટના ફોટો અને વીડિયો શેર કરવાના બંધ કર અથવા તો આ કાળી બિલાડીને પાળી લે. જ્યારે અન્ય એક યુઝરે લખ્યું હતું કે, કાળી બિલાડી કાળો જાદુ કરી રહી છે. જ્યારે બીજા એક યુઝરે લખ્યું કે, મને લાગે છે કે આ કાળી બિલાડી જ વિરાટ કોહલીના ખરાબ ફોર્મનું કારણ છે. આજે તે સાબિત પણ થઇ ગયું.

ઇન્ડિયન પ્રિમિયર લીગ (IPL)મા વિરાટ કોહાલીનું ખરાબ ફોર્મ ચાલી રહ્યુ છે. પંજાબ કિંગ્સ સામે રમાયેલી મેચમા સારી શરૂઆત બાદ પણ માત્ર 20 રન બનાવી શક્યો હતો. તે કાગીસો રબાડાની ઓવરમાં કેચ આઉટ થયો હતો. આ પહેલા IPL 2022  સીઝનમાં તે ત્રણવાર ગોલ્ડન ડક એટલે કે ઝીરોના સ્કોર ઉપર આઉટ થયો છે. ત્યારે આ ઘટનાને લઈને લોકોએ વિરાટને ઘણો ટ્રોલ કર્યો હતો. આ મેચમાં પંજાબની ટીમ ટોસ હારી ગઈ હતી.

તેણે 9 વિકેટ ગુમાવી 209 રન કર્યા હતા. જોની બેયરસ્ટોએ 29 બોલમાં વિસ્ફોટક બેટિંગ કરીને 66 રન બનાવ્યા હતા. જ્યારે લિવિંંગસ્ટોનને 42 બોલમાં 70 રન બનાવ્યા હતા. આ મેચમાં બેયરસ્ટોનને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. જ્યારે બેંગ્લોરની ટીમે 9 વિકેટે 155 રન જ બનાવ્યા હતા. ગ્લેન મેક્સવેલે 35 અને પાટીદારે 26 રન બનાવ્યા હતા. કેપ્ટન ડુ પ્લેસિસ અને વિરાટ કોહલી સહિત અન્ય ખેલાડીઓ ફ્લોપ સાબિત થયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp