એરન ફિંચ IPLની મેચ દરમિયાન ઇ-સિગરેટ પીતા કેમેરામાં ઝડપાયો, જુઓ વીડિયો

PC: aajtak.in

દુબઇમાં રમાઇ રહેલી આઇપીએલની મેચમાં એક ખેલાડી ડ્રેસીંગ રૂમમાં ઇ સિગરેટ પી રહ્યો હતો ત્યારે મેદાનમાં ફરતો કેમેરો ડ્રેસીંગ રૂમ તરફ પહોંચી ગયો હતો ત્યારે કેમેરામાં ઝડપાઇ ગયો હતો. આ અગાઉ શાહરૂખખાન પણ વાનખેડે સ્ટેડીયમ અને જયપુરની મેચમાં સિગરેટ પીતા ઝડપાયો હતો. વાનખેડે સ્ટેડીયમના સંચાલકોએ તો શાહરૂખ પર પ્રતિબંધ મુકી દીધો હતો.

શનિવારે દુબઇમાં આઇપીએલ-13ની રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ( આરસીબી) અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે 33મી મેચ રમાઇ રહી હતી ત્યારે ઓસ્ટ્રેલિયન ક્રિક્રેટર અને આરસીબી તરફથી રમતો એરોન ફિંચ ડ્રેસિંગ રૂમમાં ઇ સિગરેટ પીતા કેમેરામાં ઝડપાઇ ગયો હતો.

આ મેચમાં આરસીબીએ 7 વિકેટથી મેચ જીત મેળવી હતી.મેચની અંતિમ ઓવરમાં આરસીબીને 10 રનની જરૂર હતી તે વખતે કેમેરા ડ્રેસિંગ રૂમ તરફ ફરી રહ્યા હતા અને કેમેરામાં ખેલાડીઓના ચેહરાં દેખાઇ ગયા હતા.

એક યૂઝરે ટવીટ  કરીને લખ્યું કે શું આઇપીએલના ડ્રેસિંગ રૂમમાં ઇ-સિગરેટ પીવી માન્ય છે? એરોન કિંચનું શું કહેવું છે?આરસીબીને કઇં કહેવાનું છે?વિરાટ કોહલી પણ  આગળ જ ઉભો હતો અને ચોકકસ વિરાટે પણ ફિંચને સિગરેટ પીતા જોયો હશે.

આ પહેલીવાર બન્યું એવું નથી 2012માં કોલકત્તા નાઇટ રાઇડર્સ ટીમના ઓનર શાહરૂખ ખાન પણ ગેલેરીમાં સિગરેટ પીતા પકડાયો હતો અને જયપુરની પણ એક આઇપીએલ મેચમાં શાહરૂખ સિગરેટ પી રહ્યો હતો.વાનખેડે સ્ટેડીયમના સંચાલકોએ તો શાહરૂખ પર સ્ટેડીયમમાં પ્રવેશવા પર પ્રતિબંધ મુકી દીધો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp