IPL 2020: મુંબઈ ઈન્ડિયન્સના કેમ્પમાં અર્જુન તેંદુલકર શું કરે છે?

PC: twimg.com

ઈન્ડિયન પ્રીમિયર લીગના ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ આ વખતે પોતાના પાંચમા ટાઈટલની તૈયારી ખૂબ કરી રહી છે. મુંબઈની ટીમ તેમના ખેલાડીઓની સાથે નેટ બોલરોને પણ પોતાની સાથે દુબઈ લઇને ગઇ છે. જેઓ ત્યાં તેમની ટીમના બેટ્સમેનોને બેટિંગ પ્રેક્ટિસમાં મદદ કરશે. નેટ બોલરોમાં એક નામ સચિન તેંદુલકરના દીકરા અર્જુન તેંદુલકરનું પણ છે.

સોમવારે મુંબઈ ઈન્ડિયન્સના યુવા લેગ સ્પિનર રાહુલ ચહરે અર્જુન અને પોતાના સાથે ખેલાડીઓની સાથે પૂલ સેશનનો એક ફોટો શેર કર્યો તો અમુક ફેન્સને આ તસવીર પસંદ આવી નહીં. મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં અર્જુનને જોઇ લોકો ભડકી રહ્યા છે અને અર્જુનની મોજૂદગીને નિપોટિઝમ ગણાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, કંગના રણૌત દ્વારા પરિવારવાદના મુદ્દાને હવા આપ્યા છે હવે દેશમાં મોટા ભાગના લોકો દરેક ક્ષેત્રને તેની સાથે જોડી રહ્યા છે. જોકે, અજીબ વાત એ છે કે, જે કંગના પોતે નિપોટિઝમના નામે રડી રહી છે તેણે પોતે જ પોતાની બહેન રંગોલી ચંદેલને પોતાની મેનેજર બનાવી છે.

અર્જુન અહીં રાહુલ ચહર, ટ્રેંટ બોલ્ટ સહિત અન્ય ખેલાડીઓ અને સપોર્ટિંગ સ્ટાફની સાથે પૂલમાં ચિલ કરી રહ્યો છે. દીપક ચહરે કેપ્શનમાં લખ્યું, જો સારા મૂડમાં આવવું હોય તો સ્વિમિંગ કરો.

અમુક ફેન્સે આ તસવીરની પ્રશંસા કરવાના સ્થાને અર્જુનને લઇ એક અલગ એંગલ શોધી કાઢ્યો. એક યૂઝરે લખ્યું, ભાઈ-ભતીજાવાદ ચરમ પર છે.

તો અન્ય એક યૂઝરે લખ્યું કે, આ નિપોટિઝમ નથી. અર્જુન તેંદુલકર વિરાટ કોહલી કરતા સારો બોલર છે.

જાણ ન હોય તો જણાવી દઇએ કે, અર્જુન તેંદુલકર મુંબઈ માટે જ ડોમેસ્ટિક ક્રિકેટ રમે છે. તે અંડર-19 ક્રિકેટમાં મુંબઈનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યો છે. IPLની કોઈપણ ફ્રેન્ચાઈઝી નેટ બોલરના રૂપમાં કોઈપણ ઊભરતા ખેલાડીને પસંદ કરી શકે છે અને જો તેમાં એક નામ અર્જુન તેંદુલકરનું પણ છે તો તેમાં કંઇ ખોટી વાત નથી. આ ઉપરાંત અર્જુન તેંદુલકર સમય સમય પર ભારતની મહિલા અને પુરુષ ટીમ માટે પણ નેટમાં બોલિંગ કરી ચૂક્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp