કર્ણાટક રાજનીતિઃ રિસોર્ટથી ગાયબ થયા કોંગ્રેસના બે ધારાસભ્યો

PC: pbs.twimg.com

કર્ણાટકમાં સરકાર બનાવવાને લઈને દોડાદોડ ચાલુ છે. BJPના યેદિયુરપ્પાએ મુખ્યમંત્રી તરીકે શપથ લઈ લીધા છે અને હવે તેમને વિધાનસભામાં પોતાની બહુમતી સાબિત કરવાની છે, તેવામાં કોંગ્રેસ અને JD(S) પોતાના ધારાસભ્યોને BJPથી બચાવીને રાખવાની કોશિશ કરી રહી છે, તેવામાં કોંગ્રેસના બે ધારાસભ્યો અચાનક ગાયબ થઈ ગયા છે, જેને લીધે કોંગ્રેસ દોડતી થઈ ગઈ છે. બેલ્લારીથી કોંગ્રેસના ધારાસભ્ય આનંદસિંહ ગઈરાત્રે ઇગલટન રિસોર્ટ નહોતા પહોંચ્યા અને કર્ણાટક હૈદરાબાદ ક્ષેત્રના કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ ગૌડા પાટીલની પણ ગાયબ થવાની ખબર આવી છે.

પ્રતાપ ગૌડા પાટીલ ઇગલટન રિસોર્ટથી ગાયબ થવાની ખબર છે. સૂત્રોનું કહેવું છે કે, પાટીલ BJP સાથે ચાલી ગયા છે. ગઈ રાત સુધી કોંગ્રેસની સાથે તેઓ હતા અને સમર્થન પત્ર પર સહી પણ કરી હતી.

(સવારે 9 વાગ્યા સુધીનું અપડેટ)

17-05-2018 09:03 AM - યેદીયુરપ્પાએ કર્ણાટક રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા

17-05-2018 09:02 AM - શપથ્રહણ માટે યેદીયુરપ્પા રાજભવન પહોંચ્યા

17-05-2018 05:37 AM - બપોરે બે વાગ્યા સુધીમાં ભાજપે રજુ કરવી પડશે ધારાસભ્યોની યાદી

17-05-2018 05:36 AM - સવાર 10: 30 વાગ્યે સુપ્રીમ કોર્ટમાં ફરી સુનાવણી

17-05-2018 05:36 AM - યેદુયિરપ્પાએ ટેકેદાર ધારાસભ્યોની યાદી સુપ્રીમને આપવી પડશે

17-05-2018 05:35 AM - સુપ્રીમ કોર્ટે પંદર અને સોળમી મેના લેટર માંગ્યા

17-05-2018 05:32 AM - તમામ પક્ષોને સુપ્રીમ કોર્ટે નોટીસ આપી

17-05-2018 05:31 AM - બપોરે બે વાગ્યે સુપ્રીમમાં ફરી સુનાવણી થશે

17-05-2018 05:30 AM - સુપ્રીમ કોર્ટે યેદિયુરપ્પાના સમર્થક ધારાસભ્યોની યાદી માંગી

17-05-2018 05:29 AM - કર્ણાટક મામલે કોંગ્રેસને સુપ્રીમ કોર્ટમાં મોટો ઝટકો

17-05-2018 05:27 AM - ભાજપને બહુમતી માટે મળેલી મુદ્દત અંગે ફરીથી સુનાવણીની શક્યતા

17-05-2018 05:25 AM - ચૂકાદા અંગે જજ બોબડે, જજ સીકરી અને જજ ભૂષણ વચ્ચે મસલત

17-05-2018 05:25 AM - પાછલા નવ કલાકમાં જબરદસ્ત કાયદાકીય લડાઈ

17-05-2018 05:24 AM - સવારે નવ વાગ્યે યેદિયુરપ્પા લેવાના છે સીએમ પદની શપથ

17-05-2018 05:22 AM - આખી રાતથી કોર્ટની બહાર મીડિયા ખડેપગે

17-05-2018 05:21 AM - જસ્ટીસ સીકરી લખાવી રહ્યા છે ફેંસલો

17-05-2018 05:20 AM - કૌર્ટમાં ચુકાદો લખવાનું શરૂ કરાયું

17-05-2018 05:20 AM - ગમે તે ઘડીએ આવી શકે છે જજમેન્ટ

17-05-2018 05:19 AM - સુપ્રીમ કોર્ટમાં દલીલો પુરી

17-05-2018 05:08 AM - મુકુલ રોહતગીની દલીલોનો જવાબ આપી રહ્યા છે સિંઘવી

17-05-2018 04:59 AM - રાત્રે બે વાગ્યાથી કર્ણાટક મામલે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહી છે સુનાવણી

17-05-2018 04:57 AM - ઓછામાં ઓછા ત્રણ કલાક શપથ ટાળવા કોંગ્રેસની ડિમાન્ડ

17-05-2018 04:53 AM - કોંગ્રેસ અને જનતાદળ-એસની માંગને ગેરબંધારણીય ગણાવતા ભાજપના વકીલ વિષ્ણુ શંકર

17-05-2018 04:52 AM - SCમાં હજુ પણ સુનાવણી ચાલી રહી છે, અંતિમ ચૂકાદો મોડો આવવાની સંભાવના

17-05-2018 04:47 AM - લેખિત ઓર્ડરની જોવાઈ રહી છે રાહ

17-05-2018 04:46 AM - સંબંધિતોને નોટીસ આપવા કોર્ટે કર્યો હુકમ

17-05-2018 04:46 AM - કોંગ્રેસે સાંજે 4:30 સુધી શપથવિધિ ટાળવાની માંગ કરી

17-05-2018 04:28 AM - CM પદ માટે શપથ લઈ શકશે યેદીયુરપ્પા, સુપ્રીમ કોર્ટનો શપથગ્રહણ પર સ્ટે મૂકવાનો ઇનકાર

17-05-2018 04:16 AM - સવારે પાંચ વાગ્યે આવી શકે છે કોર્ટનો ચૂકાદો

17-05-2018 04:16 AM - કર્ણાટક અંગે 45 મિનિટ બાદ ચૂકાદો

17-05-2018 04:15 AM - અડધી રાત્રે કોર્ટ ચાલુ કરાવાની કોઈ જરૂરિયાત ન હતી: મુકુલ રોહતગી

17-05-2018 04:13 AM - રાજ્યપાલનો વિશેષાધિકાર કોર્ટથી ઉપર છે: AG વેણુગોપાલ અને મુકુલ રોહતગી

17-05-2018 04:08 AM - અમને ખબર નથી કે ફ્લોર ટેસ્ટમાં શું થશે: AG વેણુગોપાલ

17-05-2018 04:07 AM - ફ્લોર ટેસ્ટના પરિણામો જોઈ લેવા જોઈએ: AG વેણુગોપાલ

17-05-2018 04:07 AM - અરજી દાખલ જ થઈ શકે નહીં: AG વેણુગોપાલ

17-05-2018 04:06 AM - ફ્લોર ટેસ્ટ બાદ પણ સુનાવણી થઈ શકે છે: AG વેણુગોપાલ

17-05-2018 04:05 AM - AG કેકે વેણુગોપાલે કોંગ્રેસ-જનતાદળ-એસની અરજી ફગાવી દેવાની માંગ કરી

17-05-2018 03:59 AM - જસ્ટીસ સીકરી અને જસ્ટીસ બોબડે વચ્ચે લાંબી ચર્ચા

17-05-2018 03:59 AM - રોહતગી અને AG વેણુગોપાલ સાત દિવસની અંદર ફ્લોર ટેસ્ટ માટે સંમત થયા

17-05-2018 03:57 AM - કોર્ટે AG વેણુગોપાલને કહ્યું કે તમારા નંબર દર્શાવતા નથી કે બહુમતી પુરવાર થશે

17-05-2018 03:56 AM - રાજ્યપાલ પર નહીં પરંતુ તેમના નિર્ણય પર સમીક્ષા કરવામાં આવી રહી છે: કોર્ટ

17-05-2018 03:55 AM - ભાજપ બહુમતીના ટેસ્ટમાં નિષ્ફળ જઈ શકે છે: કોર્ટ

17-05-2018 03:54 AM - ભાજપ ફ્લોર ટેસ્ટમાં ફેઈલ થઈ શકે છે: જજ સીકરી, વેણુગોપાલનો જવાબ આ અંગે અમને ખબર નથી

17-05-2018 03:52 AM - વેણુગોપાલને જજ સીકરીએ કહ્યું કે આંકડા ભાજપ સાથે નથી

17-05-2018 03:51 AM - પંદર દિવસમાં આસમાન નહીં તૂટી પડે:વેણુગોપાલ

17-05-2018 03:50 AM - પંદર દિવસનો સમય આપવો એ રાજ્યપાલનો વિશેષાધિકાર છે: AG વેણુગોપાલ

17-05-2018 03:50 AM - રાજ્યપાલની કાર્યવાહીની ચકાસણી કરાઈ રહી છે: : જજ બોબડે

17-05-2018 03:49 AM - રાજ્યપાલના આચરણની કોઈ સમીક્ષા નહી: જજ સીકરી

17-05-2018 03:48 AM - હસ્તાક્ષર અંગે કોઈ જાણકારી નથી: AG વેણુગોપાલ

17-05-2018 03:47 AM - પંદર દિવસની મુદ્દત શા માટે: જજ બોબડે

17-05-2018 03:46 AM - શપથ પૂર્વે પક્ષપલટાનો કાયદો લાગુ થતો નથી: વેણુગોપાલ

17-05-2018 03:45 AM - શપથ વિના ધારાસભ્ય પર પક્ષપલટાનો કાયદો લાગી શકે છે? જજ બોબડેએ વેણુગોપાલને પૂછ્યું

17-05-2018 03:44 AM - પ્રથમ સીએમ, મંત્રી મંડળ અને બાદમાં ધારાસભ્યો શપથ લે છે: અટોર્ની જનરલ વેણુગોપાલ

17-05-2018 03:42 AM - મુકુલ રોહતગીને જજ બોબડેએ પૂછ્યું કે મંત્રી મંડલ પૂર્વે ધારાસભ્યોને શપથ લેવડાવાય છે. રોહતગીએ કહ્યું કે આવી કોઈ પરંપરા નથી

17-05-2018 03:40 AM - કોઈ શપથ લઈ લે તો આસામન ટૂટી પડશે નહીં: ભાજપના વકીલ રોહતગી

17-05-2018 03:39 AM - રાત્રે સુનાવણી થવી જ જોઈએ નહીં: મુકુલ રોહતગી

17-05-2018 03:37 AM - અટોર્ની જનરલ વેણુગોપાલે શરૂ કરી દલીલો

17-05-2018 03:36 AM - ભાજપ સરકારના દાવા પર તમારી દલીલ સાચી છે તે સાચું કેવી રીતે માની લઈએ: કોર્ટ

17-05-2018 03:35 AM - સિંઘવીને જજ સીકરીનો સવાલ, તમારી દલીલોને કેવી રીતે સાચી માની લઈએ

17-05-2018 03:27 AM - કોર્ટે સિંધવી પાસે ભાજપને સરકાર બનાવવા માટેનો લેટર માંગ્યો પણ સિંઘવી પાસે લેટર હતો નહીં

17-05-2018 03:24 AM - અટોર્ની જનરલ કેકે વેણુગોપાલની દલીલો હજુ બાકી

17-05-2018 03:23 AM - રાજ્યપાલનો નિર્ણય સાચો: પ્રકાશ જાવડેકરે પત્રકારોને કહ્યું, કોંંગ્રેસ જુઠ્ઠાણા ફેલાવી રહી છે

17-05-2018 03:21 AM - નિમંત્રણનો પત્ર નથી તો તમારી દલીલ શા માટે અને કેવી રીતે સાંભળીએ: કોર્ટે સિંઘવીને પૂછ્યો સવાલ

17-05-2018 03:21 AM - પત્ર રજૂ ન કરતા કોર્ટમાં સિંઘવીનો ફજેતો

17-05-2018 03:20 AM - રાજ્યપાલે આપેલો પત્ર ક્યાં છે? કોર્ટનો સવાલ

17-05-2018 03:18 AM - કોર્ટે સમર્થનનો પત્ર માંગ્યો, સિંઘવી પત્ર રજૂ ન કરી શક્યા, પત્ર નથી તો સુનાવણી કેવી રીતે થાય: જજ સીકરી

17-05-2018 03:17 AM - કોર્ટે કેસના મેરીટ પર ઉઠાવ્યા સવાલ

17-05-2018 03:09 AM - જ્યારે કોઈની પાસે બહુમતી નથી તો રાજ્યપાલ નિમંત્રણ કેવી રીતે આપી શકે: સિંઘવી

17-05-2018 03:07 AM - રાજ્યપાલના વિશેષાધિકારનો મામલો છે કોઈ સરકારના નિર્ણય પરનો મામલો નથી: જજ સીકરી

17-05-2018 03:06 AM - રાજ્યપાલના વિશેષાધિકારની પણ ચર્ચા થઈ શકે છે અને વિવેકની પણ: સિંઘવી

17-05-2018 03:06 AM - ભાજપને શપથગ્રહણની ઉતાવળ શું છે: સિંઘવી

17-05-2018 03:05 AM - મેઘાલય અને ગોવામાં પણ કર્ણાટક જેવું થયું અને તેને કોર્ટે મંજુર રાખ્યું: સિંઘવી

17-05-2018 03:04 AM - 2013માં દિલ્હીમાં ભાજપ સૌથી મોટી પાર્ટી હતી છતાં સરકારની રચના કરવા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને મોકો મળ્યો: સિંઘવી

17-05-2018 03:04 AM - ઝારખંડમાં ભાજપ સૌથી મોટો પક્ષ હતો પણ સરકાર માટે કોંગ્રેસ અને જેએમએમને મોકો મળ્યો: સિંઘવી

17-05-2018 03:00 AM - રાજ્યપાલે પોતાના વિવેકનો ઉપયોગ કર્યો, એમાં દખલ કેવી રીતે કરી શકાય: જસ્ટીસ સીકરી

17-05-2018 02:58 AM - મેઘાલય અને ગોવામાં પણ પોસ્ટ પોલ ગઠબંધનને સરકાર બનાવવા દેવાઈ: સિંઘવી

17-05-2018 02:57 AM - જસ્ટીસ બોબ઼ડેએ સિંઘવીને કહ્યું કે અનુચ્છેદ 361 પર પણ ચર્ચા કરવી પડશે

17-05-2018 02:56 AM - ગોવા,ઝારખંડ અને યુપીમાં રાજ્યપાલે બહુમતી પુરવાર કરવા માટે આપેલા સમયને કોર્ટે ઘટાડ્યો હતો: સિંઘવી

17-05-2018 02:55 AM - અમારે એ પણ જોવું પડશે કે BJP બહુમત સાબિત કરી શકે છે કે નહીંઃ કોર્ટ

17-05-2018 02:53 AM - રાજ્યપાલ પાસે અધિકતમ ધારાસભ્યોના સમબહને નિમંત્રણ આપવા સિવાય વિક્લપ નથી: સિંઘવી

17-05-2018 02:52 AM - યુપીમાં રાજ્યપાલના નિર્ણયને સુપ્રીમ કોર્ટેે બદલ્યો હતો અને માત્ર 48 કલાક આપ્યા હતા બહુમતી સાબિત કરવા માટે: સિંઘવી

17-05-2018 02:50 AM - શુ વર્તમન સરકાર જ ચાલે: જસ્ટીસ બોબડે

17-05-2018 02:49 AM - ભાજપના બહુમતીના દાવાની ચકાસણી જરૂરી: જસ્ટીસ સીકરી

17-05-2018 02:49 AM - કોર્ટ પાસે અન્ય કોઈ વિક્લપ છે? વિકલ્પ ચકાસવાનો ઉલ્લેખ કરતા જસ્ટીસ સીકરી

17-05-2018 02:47 AM - ભાજપ સૌથી મોટો પક્ષ છે પણ બહુમતી નથી: કોર્ટને સિંઘવીનો જવાબ

17-05-2018 02:46 AM - યેદિયુરપ્પાએ 7 દિવસ માંગ્યા હતા રાજ્યપાલે 15 દિવસ આપ્યાઃ સિંધવી

17-05-2018 02:44 AM - સૌથી મોટી પાર્ટીને આપવામાં આવી છે તક: સુપ્રીમ કોર્ટ

17-05-2018 02:43 AM - ભાજપ સૌથી મોટી પાર્ટી પણ બહુમતી નથી: સિંઘવી

17-05-2018 02:43 AM - પહેલીવાર કોઈ પાર્ટીને બહુમત સાબિત કરવા માટે 15 દિવસ આપવામાં આવ્યા છેઃ સિંધવી

17-05-2018 02:40 AM - ભાજપ છે કર્ણાટકમાં સૌથી મોટી પાર્ટી: સુપ્રીમ કોર્ટ

17-05-2018 02:40 AM - કોંગ્રેસ અને જનતા દળ-એસનું ગઠબંધન ચૂંટણી બાદ થયું:: સુપ્રીમ કોર્ટ

17-05-2018 02:39 AM - રાજ્યપાલને વિશેષાધિકાર રહેલા છે અને તેઓ પોતાની વિવેક બુદ્વિના આધારે નિર્ણય કરી શકે છે. રાજ્યપાલનો નિર્ણય અંતિમ માનવાનો હોય છે અને તેની સામે પ્રશ્ન ઉઠાવી શકાય નહી: સરકારીયા કમિશન

17-05-2018 02:37 AM - સરકારીયા કમિશને હંગ અસેમ્બલીની સ્થિતિમાં લખ્યું છે કે તમામ પાર્ટીઓએ ચૂંટણી લડેલી હોવી જોઈએ

17-05-2018 02:37 AM - પોસ્ટ ઈલેકશનની જોડાણ કરનારી પાર્ટીઓ સરકાર રચવામાં સહાયભૂત થઈ શકે અને જોડાઈ શકે છે. અપક્ષો પણ જોડાઈ શકે છે અને બહારથી ટેકો આપી શકે છે: સરકારીયા કમિશન

17-05-2018 02:37 AM - સૌથી મોટા પક્ષે સરકાર રચવાનો દાવો કરતાની સાથે જ ટેકેદાર પક્ષો અને અપક્ષોની યાદી રાજ્યપાલને સુપરત કરવી; સરકારીયા કમિશન

17-05-2018 02:28 AM - અભિષેક મનુ સિંધવીએ ગોવામાં સરકારની રચનાનો કર્યો ઉલ્લેખ

17-05-2018 02:27 AM - અભિષેક મનુ સિંધવીએ આપ્યો સરકારીયા કમિશનનો હવાલો

17-05-2018 02:25 AM - કોર્ટમાં અભિષેક મનુ સિંધવીએ BJPને સવાલ પૂછ્યો છે કેવી રીતે સાબિત કરશે બહુમત

17-05-2018 02:24 AM - કોંગ્રેસ અને અન્યોના સમર્થનનો પત્ર પણ આપ્યો છે કુમારાસ્વામીએ રાજ્યપાલને: સિંઘવી

17-05-2018 02:22 AM - કુમારાસ્વામીએ રાજ્યપાલને બહુમતી સાથેનો પત્ર આપ્યો છે: સિંઘવી

17-05-2018 02:22 AM - સુપ્રીમ કોર્ટમાં ચાલી રહી છે કર્ણાટકમાં સરકારની લડાઈ

17-05-2018 02:18 AM - ભાજપ પાસે 104 અને અમારી પાસે 117 ધારાસભ્યો: સિંઘવી

17-05-2018 02:17 AM - જનતા દળ-એસએ પુરાવા સાથે સરકાર રચવાનો દાવો કર્યો હતો: સિંઘવી

17-05-2018 02:16 AM - રાજ્યપાલને પક્ષકાર બનાવવા અયોગ્ચ: રોહતગી

17-05-2018 02:16 AM - અટોર્ની જનરલ કેકે વેણુગોપાલ પહોંચ્યા સુપ્રીમ કોર્ટ

17-05-2018 02:15 AM - રાજ્યપાલના આદેશ પર સ્ટે આપી શકાતો નથી: મુકુલ રોહતગીની દલીલ

17-05-2018 02:12 AM - યાકુબ મેમણ કેસ બાદ બીજી વાર સુપ્રીમ કોર્ટના અડધી રાત્રે દરવાજા ખૂલ્યા છે

17-05-2018 02:12 AM - સુપ્રીમ કોર્ટમાં બન્ને પક્ષોના વકીલ હાજર

17-05-2018 02:04 AM - કોંગ્રેસ વતી અભિષેક મનુ સિંઘવી કરશે દલીલો

17-05-2018 01:58 AM - પૂર્વ અટોર્ની જનરલ મુકુલ રોહતગી ભાજપ વતી કરશે સુપ્રીમ કોર્ટમાં દલીલ

17-05-2018 01:57 AM - વિરોધ પ્રદર્શનમાં જનતા દળ-એસના કાર્યકરો પણ જોડાયા

17-05-2018 01:56 AM - વજુ વાળા વિરોધમાં કોંગ્રેસનું પ્રદર્શન, મોટી સંખ્યામાં ઉમટ્યા કાર્યકરો

17-05-2018 01:54 AM - યુવક કોંગ્રેસ સંસદની બહાર શરૂ કર્યું વિરોધ પ્રદર્શન

17-05-2018 01:53 AM - JD(S) પ્રવક્તા દાનિશ અલીનું કહેવું છે કે, BJP દ્વારા રાજ્યપાલને દબાણ કરવામાં આવ્યું છે

17-05-2018 01:51 AM - જેડીએસના દાનીશ અલીની ટીપ્પણી: બોમ્માઈ જજમેન્ટ કર્ણાટકમાં લાગુ પડતો નથી

17-05-2018 01:49 AM - પૂર્વ એટોર્ની જનરલ મુકુલ રોહતગી પણ પહોંચ્યા સુપ્રીમ કોર્ટ

17-05-2018 01:48 AM - સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ કરાઈ

17-05-2018 01:46 AM - યેદુયિરપ્પાએ 117 ધારાસભ્યોનો ટેકો હોવાનો દાવો કર્યો છે

17-05-2018 01:45 AM - યેદુયિરપ્પા સવારે શપથ લેશે કે નહીં તેનો નિર્ણય કરાશે

17-05-2018 01:45 AM - થોડી મિનીટોમાં શરૂ થશે સુનાવણી, કર્ણાટકના નાટક પર અદાલતી પ્રકરણ

17-05-2018 01:44 AM - યેદુયિરપ્પાની શપથવિધિ પર માંગવામાં આવ્યો છે સ્ટે

17-05-2018 01:42 AM - ત્રણ જજની બેન્ચ કરશે હિયરીંગ

17-05-2018 01:42 AM - એડિશનલ સોલિસિટર જનરલ તુષાર મહેતા રાખશે કેન્દ્ર સરકાર એટલે કે રાજ્યપાલનો પક્ષ

17-05-2018 01:42 AM - હવે કોર્ટ નંબર-6માં કરાશે સુનાવણી

17-05-2018 01:41 AM - સરકાર તરફે ASG તુષાર મહેતા કરશે દલીલો

17-05-2018 01:39 AM - જસ્ટીસ અશોક ભૂષણ, જસ્ટીસ સીકરી અને જસ્ટીસ બોબડે કરશે સુનાવણી

17-05-2018 01:32 AM - યેદુયિરપ્પાએ ટવિટ કરીને કહ્યું કે કાલે શપથ લઈશ,તમારી પ્રાર્થના મારી સાથે છે

17-05-2018 01:31 AM - આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર ચીફ જસ્ટીસના ઘરે પહોંચ્યા

17-05-2018 01:31 AM - જેડીએસ અને કોંગ્રેસના વકીલે કહ્યું કે ભાજપ પાસે 104 સીટ છે તો કેવી રીતે બહુમતી સાબિત કરી શકે. ભાજપ દ્વારા જેડીએસ અને કોંગ્રેસના ધારાસભ્યોને મની અને મસલ્સ પાવરથી પોતાની સાથે લાવાની કોશીશ કરાશે

17-05-2018 01:12 AM - કોર્ટ નંબર-2માં થશે સુનાવણી

17-05-2018 01:12 AM - કોર્ટને કારણ અને દલીલ મજબૂત લાગે તો શપથવિધિ રોકી પણ શકાય છે

17-05-2018 01:11 AM - કોંગ્રેસ-જેડીએસની અરજીને કોર્ટ ફગાવી પણ શકે છે

17-05-2018 01:11 AM - યેદુયિરપ્પાની શપથવિધિને રોકવા માટે દાદ માંગી

17-05-2018 01:10 AM - 1:45 વાગ્યે થશે સુનાવણી

17-05-2018 01:09 AM - કોંગ્રેસ-જેડીએસની અરજી પર સુનાવણી કરવા કોર્ટ તૈયાર

17-05-2018 01:09 AM - કર્ણાટકના રાજ્યપાલ વજુ વાળાના નિર્ણયને કોંગ્રેસ-જનતા દળ એસએ કોર્ટમાં પડાકાર્યો

17-05-2018 01:08 AM - કોંગ્રેસ અને જનતા દળ-એસની અરજી પર સુનાવણી કરશે કોર્ટ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp