સુપ્રીમે કોર્ટે સંભળાવી દીધો પોતાનો ફેંસલો

PC: pbs.twimg.com

કર્ણાટક મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ થઈ ચૂકી છે. સુપ્રીમ કોર્ટ એ પિટિશન પર ફરી સુનાવણી કરી રહી છે, જેમાં કોંગ્રેસ અને JD(S)એ રાજ્યપાલ વજુભાઈ વાળા દ્વારા યેદિયુરપ્પાને સરકાર બનાવવાના આમંત્રણ આપવાને પડકાર્યો હતો. સુપ્રીમ કોર્ટે પોતાનો ફેંસલો સંભળાવી દીધો છે શનિવારે સાંજે 4 કલાકે સદનમાં બહુમતી સાબિત કરવી પડશે. પરંતુ આના કારણે BJPના વકીલ નારાજ જણાય રહ્યા છે અને તેઓ 7 દિવસના સમયની માંગ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

18 May, 2018
02:55 PM
સાંજે 5 વાગ્યે હૈદરાબાદમાં કોંગ્રેસ ધારાસભ્યો સાથે બેઠક કરશે સિદ્ધારમૈયા
18 May, 2018
02:51 PM
મારી પાર્ટી કોંગ્રેસ સાથે મળીને કર્ણાટકમાં સરકાર બનાવશેઃ કુમારસ્વામી
18 May, 2018
02:45 PM
આશા છે કે કોંગ્રેસ ભવિષ્યમાં સુપ્રીમ કોર્ટનું સન્માન કરશેઃ સંબિત પાત્રા
18 May, 2018
02:44 PM
જીત ન્યાયની થાય છે, જીત લોકતંત્રની થાય છેઃ સંબિત પાત્રા
18 May, 2018
01:16 PM
લોકતંત્રની જીત થઈ છે, છેલ્લા બે વર્ષોમાં રાજ્યપાલોએ પોતાનું કામ યોગ્ય રીતે નથી કર્યુંઃ ગુલામ નબી આઝાદ
18 May, 2018
12:58 PM
ફ્લોર ટેસ્ટ અમે પાસ કરીશું, અત્યારસુધી જે થયું તે ખોટું થયુંઃ અજય માકન
18 May, 2018
12:52 PM
બેંગ્લોરમાં સાંજે 4 વાગ્યે થશે BJP ઘારાસભ્યોની બેઠક
18 May, 2018
12:48 PM
સુપ્રીમે યોગ્ય ફેંસલો કર્યો છે. 15 દિવસમાં કઈ પણ થઈ શકે છેઃ શિલા દીક્ષિત
18 May, 2018
12:28 PM
કર્ણાટક મુદ્દે સુપ્રીમ કોર્ટના ફેંસલા બાદ રાહુલ ગાંધીએ કર્યું ટ્વીટ
18 May, 2018
12:25 PM
શનિવારના ફ્લોર ટેસ્ટ માટે ચીફ સેક્રેટરી વિધાનસભા સચિવને મળ્યા
18 May, 2018
12:18 PM
અમારી પાસે પૂરતી સંખ્યા છે અમે બહુમતી સાબિત કરી લઈશુંઃ યેદિયુરપ્પા
18 May, 2018
12:04 PM
સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ફેંસલો આપ્યો છેઃ કોંગ્રેસ
18 May, 2018
12:04 PM
યેદિયુરપ્પા સદનમાં સાબિત કરશે બહુમતઃ પ્રકાશ ઝાવડેકર
18 May, 2018
12:02 PM
યેદિયુરપ્પા નહીં લઈ શકે કોઈ નીતિગત નિર્ણય
18 May, 2018
12:01 PM
પ્રોટેમ સ્પીકર કરાવશે ફ્લોર ટેસ્ટ
18 May, 2018
11:59 AM
સમય ઓછો છે પણ કર્ણાટક વિધાનસભામાં સાબિત કરી લઈશું બહુમત: BJP
18 May, 2018
11:57 AM
રોહતગીએ કહ્યું કે રાજ્યપાલે પોતાના વિશેષ અધિકારોન ઉપયોગ કર્યો છે અને તેમને તમામ હકીકત વિશે જાણકારી છે.
18 May, 2018
11:52 AM
રોહતગીએ કહ્યું છે કે, પ્રોટેમ સ્પીકર પણ બનાવવા છે, યોગ્ય સમય મળે. કોંગ્રેસ અને JD(S)એ પોતાના ધારાસભ્યોને દૂર બંધ કરીને રાખ્યા છે, તેમને પણ લાવવામાં સમય લાગશે
18 May, 2018
11:44 AM
કોંગ્રેસે કહ્યું છે અમે શનિવારે બહુમત સાબિત કરી લઈશું
18 May, 2018
11:41 AM
સુપ્રીમ કોર્ટે પોતાનો ફેંસલો સંભળાવી દીધો છે શનિવારે સાંજે 4 કલાકે સદનમાં બહુમતી સાબિત કરવી પડશે
18 May, 2018
11:38 AM
રાજ્યપાલે કયા આધારે યેદિયુરપ્પાને મંજૂરી આપી છેઃ સુપ્રીમ કોર્ટ
18 May, 2018
11:37 AM
કપિલ સિબ્બલે કહ્યું અમારી પાસે તમામ ધારાસભ્યોની સહીવાળી ચિઠ્ઠી છે. રોહતગી અને તુષારે કહ્યું કે ફ્લોર ટેસ્ટથી જ સત્ય સામે આવશે
18 May, 2018
11:36 AM
BJPના વકીલ મુકુલ રોહતગીએ તત્કાલ ફ્લોર ટેસ્ટ કરાવવાનો વિરોધ કર્યો. તેમણે કહ્યું હતું કે, ઓછામાં ઓછો એક અઠવાડિયાનો સમય મળવો જોઈએ. આ રાજ્યપાલનો વિશેષાધિકાર છે. એક દિવસ ફ્લોર ટેસ્ટ માટે આપવાથી સંતુલન ન બનાવી શકાય
18 May, 2018
11:34 AM
કાલે સાંજે 4 વાગ્યે બહુમત પરીક્ષણ થશે
18 May, 2018
11:33 AM
જસ્ટીસ સીકરીએ કહ્યું હતું કે, કાં તો તમે કાયદા અનુસાર ચાલો અથવા પછી શનિવારના રોજ સદનમાં બહુમત પરીક્ષણ થાય.
18 May, 2018
11:32 AM
સુપ્રીમ કોર્ટમાં કુમાર સ્વામી તરફથી રજૂ થયેલા વકીલ કપિલ સિબ્બલે કહ્યું હતું કે આવા મામલામાં રાજ્યપાલને પોતાના વિશેષાધિકારનો ઉપયોગ ન કરવો જોઈએ
[removed][removed]
18 May, 2018
11:29 AM
હાલમાં સુપ્રીમ કોર્ટે બે સુચન આપ્યા છે, જેમાં 24 કલાકમાં યેદુયુરપ્પા બહુમત સાબિત કરે અથવા શપથની સમીક્ષા થાય
18 May, 2018
11:21 AM
સુપ્રીમ કોર્ટમાં કુમારસ્વામી તરફથી રજૂઆત કરી રહેલા કપિલ સિબ્બલે કહ્યું કે આવી બાબતોમાં રાજ્યપાલે પોતાના વિશેષ અધિકારનો ઉપયોગ નહીં કરવો જોઈએ?
18 May, 2018
11:15 AM
જસ્ટિસ સીકરીએ કહ્યું કે ક્યાં તો તમે કાયદા અનુસાર ચાલો અથવા શનિવારે સદનમાં બહુમત સાબિત કરો. એ નિર્ણય તમારે લેવાનો છે, બીજો વિકલ્પ વધુ વ્યવહારિક છે.
18 May, 2018
11:15 AM
સિંઘવી બોલ્યા - યેદિયુરપ્પાએ કહ્યું કે અમારી સાથે ફલાણા-ફલાણા ધારાસભ્ય છે પરંતુ કોણ કોણ સાથે છે? બીજી બાજુ કોંગ્રેસ-JD(S)એ બધા 117 ધારાસભ્યોના નામ લખીને રાજ્યપાલને આપ્યા છે
18 May, 2018
11:13 AM
કર્ણાટકના રાજ્યાપાલ વજુભાઈ વાળાના ગુજરાતના રાજકોટ સ્થિત ઘર પર સુરક્ષા વધારવામાં આવી. કોંગ્રેસી તોડફોડ ના કરે તેવી આંશકાને લઈને સુરક્ષા વધારવામાં આવી છે.
18 May, 2018
11:04 AM
કોંગ્રેસના વકીલ અભિષેક મનુ સંઘવીએ કહ્યું- રાજ્યપાલ કેવી રીતે બીજેપીને બહુમતી સિદ્ધ કરવાની તક આપી શકે છે, જ્યારે કોંગ્રેસ-જેડીએસની પાસે પૂરી સંખ્યા છે
18 May, 2018
11:04 AM
આ વચ્ચે સંઘવીએ કહ્યું તે જો કાસે બહુમતી પરિક્ષમ માટે સદનને બોલાવવામા આવે છે, તો પણ આ મામલામાં કાયદા સંમત નિર્ણય હોવો જોઈએ કે શું આ મામલામાં રાજ્યપાલ નિર્ણય લઈ શકે છે.
18 May, 2018
11:00 AM
ન્યાયાધીશ સીકરીએ સવાલ કર્યો કે જો બંને પાર્ટીઓ પોતપોતાની સરકાર બનાવવાના દાવાઓ કરી રહી છે, તો ગર્વનરે કયા આધાર પર નિર્ણય લીધો. આ વાત પર ભાજપના વકીલે જણાવ્યું કે રાજ્યપાલ પાસે વિશેષ અધિકાર છે. તેના પર સુપ્રીમ કોર્ટે પ્રસ્તાવ આપતા જણાવ્યું કે શનિવારે જો બહુમતની તપાસ કરવામાં આવે તો તે યોગ્ય સાબિત થશે.
18 May, 2018
10:58 AM
ન્યાયાધીશ સીકરીએ જણાવ્યું હતું કે જો સ્પષ્ટ બહુમતી થઈ હોત તો કોઈ સમસ્યા જ નહોતી. જો ચૂંટણી પહેવા ગઠબંધન થયું હોત તો સ્થિતિ કંઈક અલગ જ હોત, પણ ચૂંટણી પછી ગઠબંધન બાદ તેની પ્રાથમિકતા ઓછી જોવા મળે છે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp