26th January selfie contest

કુંભ: ગોલ્ડન બાબાની કરવામાં આવી ધરપકડ જાણો શું છે કારણ?

PC: jansatta.com

સતીશનો આરોપ છે કે, 5 ડિસેમ્બરના રોજ બાબા તેને લઈને ગાઝીયાબાદ જવા લાગ્યા. જયારે તેણે પરવાનગી વગર જીલ્લો છોડવાની મનાઈ કરી તો તેને ધમકી આપવામાં આવી.

પ્રયાગરાજ કુંભમાં ગોલ્ડન બાબાના નામથી ચર્ચામાં રહેતા સુધીર મક્કડની શનિવારે મોડી રાત્રે ધરપકડ કરવામાં આવી હતી. અખાડા પરિષદમાંથી બહાર હાંકી કાઢવામાં આવેલા ગોલ્ડન બાબા પર એક સુરક્ષા કર્મી સતીશ કુમારને ધમકી આપવાનો આરોપ છે. દારાગંજ પોલીસ સ્ટેશનએ તેમના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. મળતી માહિતી મુજબ, બાબાની સાથે તેના ત્રણ સાથીઓની પણ ધરપકડ કરવામાં આવી છે. દરેક જણની મોડી રાત સુધી પૂછપરછ ચાલી હતી. આ દરમિયાન પોલીસ સ્ટેશનની બહાર મોટી સંખ્યામાં સાધુ સંતોની ભીડ ભેગી થઇ હતી.

ગોલ્ડન બાબાની ઉપર સતીશને ધમકી આપવાના મામલે 6 જાન્યુઆરીના રોજ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, સતીશ ઉત્તરપ્રદેશના સંભલમાં નોકરી કરે છે. પરંતુ હાલમાં તેની ફરજ પ્રયાગરાજ કુંભમાં છે. તેમને ગોલ્ડન બાબાની સુરક્ષા માટે ગનમેન તરીકે તૈનાત કરવામાં આવ્યા હતા. સતીશનો આરોપ છે કે, 5 ડિસેમ્બરના રોજ બાબા તેને લઈને ગાઝીયાબાદ લઇ જવા લાગ્યા હતા. જયારે તેને અનુમતિ વગર જીલ્લો છોડવાની ના પાડી ત્યારે તેને ધમકી આપવામાં આવી. ત્યાર પછી બાબા તેને ગાઝીયાબાદથી બીજા રાજ્યમાં લઇ જવા લાગ્યા અને જયારે તેણે સાથે આવવા માટે ઇનકાર કર્યો તો તેને ચોરીના ખોટા ગુન્હામાં ફસાવવાની ધમકી આપવામાં આવી હતી.

સતત નિયમો તોડવા માટે કહેવામાં આવ્યું તેમજ ધમકીઓ આપવામાં આવી ત્યારે સતીશએ પોતાના ઉપરી અધિકારીઓને આ અંગેની જાણકારી આપી હતી. ત્યાર પછી તેને તરત જ પાછા આવવા માટે કહેવામાં આવ્યું હતું. સતીશએ હત્યાની આશંકા પણ દર્શાવી હતી. દારાગંજ પોલીસ સ્ટેશનએ ગોલ્ડન બાબાની વિરુદ્ધમાં સરકારી કાર્યમાં દખલ કરવા માટે તેમજ ધમકી આપવાના આરોપમાં ફરિયાદ દાખલ કરી છે. હાલ કેસની તપાસ ચાલી રહી છે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp