26th January selfie contest

એવો સ્પા જ્યાં તમે બીયરમાં નાહવાની મજા માણી શકો છો, જુઓ ફોટોઝ

PC: hiddensecretstours.eu

જો તમને બીયર પીવાનો શોખ હોય અને તમે ચાહતા હોવ કે તમે એટલી બીયર પીવો કે કોઈ તમને રોકે નહીં, તો તે માટે તમારે સ્પેનના ગ્રનાડા શહેરની મુલાકાત લેવી પડશે. સ્પેનના ગ્રનાડા શહેરમાં ખુલ્યું છે પહેલું બીયર સ્પા, જ્યાં કસ્ટમર્સ બીયરના ટબમાં નાહવાની સાથે બીયર પીવાનો આનંદ ઉઠાવી શકશે.

એન્ટી ઓક્સિડન્ટ અને વિટામી બીથી ભરપૂર એવું બીયર તમારી સ્કીન અને વાળ માટે ઘણું સારું માનવામાં આવે છે. યુરોપમાં આમ તો બીયર સ્પા લોકોમાં ઘણા જાણીતા છે અને લોકો પોતાનો તમાવ દૂર કરવા અને રિલેક્સ કરવા માટે અહીં આવતા હોય છે.

બીયરથી ભરેલા ટબમાં નહાવાથી ન માત્ર તમારી સ્કીન ફ્રેશ થઈ જશે પરંતુ સ્કીનના રમોછિદ્રો પણ સાફ થઈ જશે, જેનાથી ખીલ અથવા ફેસ પરના ડાઘા દૂર થશે.   

 

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp