Lancet સ્ટડીઃ 30 વર્ષ પહેલા મહિલાઓ વધુ ટેન્શન લેતી, હવે પુરુષો વધુ ટેન્શન લે છે

PC: economictimes.indiatimes.com

ભારતમાં ઓછી ઉંમરમાં હાર્ટ એટેક અને તણાવથી થયેલા મોતોનો સિલસિલો ઝડપથી વધી રહ્યો છે. જોવા મળી રહ્યું છે કે ઓછી ઉંમરના લોકોનું હૃદય નબળું પડી રહ્યું છે. હાલમાં જ એક્ટર અને બિગ બોસ 13ના વિનર સિદ્ધાર્થ શુક્લાનું હાર્ટ એટેકના કારણે નિધન થઈ ગયું ત્યારબાદ ઓછી ઉંમરમાં હાર્ટ એટેક અને તણાવને લઈને નવી બહેસે જન્મ લઈ લીધો છે. આ વાત આગળ વધે તે પહેલા જ ‘The  Lancent’નો એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. આ રિપોર્ટ મુજબ દુનિયાભરમાં 30 વર્ષ પહેલા મહિલાઓ વધારે ટેન્શન લેતી હતી પરંતુ હવે પુરુષોની સંખ્યા ઝડપથી વધી રહી છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દુનિયાભરમાં 120 કરોડ લોકો તણાવ એટલે કે હાઇપરટેન્શનની સમસ્યાથી ઝઝૂમી રહ્યા છે. The  Lancentના રિપોર્ટનું માનીએ તો 30 વર્ષમાં તણાવથી પીડિત લોકોની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. લગભગ 200 દેશોના લોકોનું વર્ષ 1990થી વર્ષ 2019 સુધી હાઇપરટેન્શનની સમસ્યાનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે દુનિયાભરમાં વર્ષ 1990મા 33.10 કરોડ મહિલાઓ સાથે 31.70 કરોડ પુરુષ હાઇપરટેન્શન ગ્રસ્ત હતા.

જોવા જઈએ તો 30 વર્ષ પહેલા સુધી મહિલાઓ વધારે ટેન્શન લેતી હતી, પરંતુ હવે પુરુષોની વધતી સંખ્યાથી તણાવનો દાયરો વધ્યો છે. રિપોર્ટમાં 30થી લઈને 79 વર્ષ સુધીના લોકોની વસ્તીને સામેલ કરવામાં આવી હતી. આ રિપોર્ટ લોકોના બ્લડ પ્રેશર સંબંધિત ડેટાના આધાર પર તૈયાર કરવામાં આવ્યો છે. તણાવને લઈને આ આંતરરાષ્ટ્રીય સ્તર પર કરવામાં આવેલી સૌથી મોટી સ્ટડી છે. The  Lancentનો  આ રિપોર્ટ વર્ષ 1990થી વર્ષ 2019 વચ્ચે થયેલી 1201 સ્ટડીઝના વિશ્લેષણના આધાર પર બનાવવામાં આવ્યો છે.

તેમાં ઘણા દેશના લોકો હદથી વધારે ટેન્શન લે છે. આ લિસ્ટમાં દક્ષિણ એશિયા, ઓસિએનિયા, દક્ષિણ આફ્રિકા, મધ્ય અને પૂર્વી યુરોપ સાથે સાથે કેટલાક લેટિન અને કેરેબિયન દેશ પણ સામેલ છે. આ લિસ્ટમાં ભારતનું નામ પણ સામેલ છે. રિપોર્ટ મુજબ કેનેડા અને પેરુમાં પુરુષ અને મહિલાઓ ટેન્શન ઓછું લે છે. આ જ રીતે જાપાન, સ્વિત્ઝરલેન્ડ, સ્પેન, તાઇવાન, દક્ષિણ કોરિયા અને ઇંગ્લેન્ડમાં મહિલાઓ ઓછું ટેન્શન લે છે તો તેની તુલનામાં સોલોમન, આઇલેન્ડ્સ, બાંગ્લાદેશ, ઈથિયોપિયા અને એરિટ્રિયામાં પુરુષ વધારે ટેન્શન લે છે.

વર્ષ 1990 બાદથી અત્યાર સુધી દુનિયાભરના દેશોમાં હાઇપરટેન્શનની સારવારમાં ઘણું પરિવર્તન જોવા મળ્યું છે. તેમાં સૌથી વધારે પરિવર્તન ઓસિએનિયા અને આફ્રિકન દેશોના જોવા મળ્યું છે. જો વાત અમીર દેશોની કરવામાં આવે તો સૌથી વધારે અસર મધ્ય યુરોપીય દેશોમાં જોવા મળી છે. આ ક્રમમાં દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ, ચીલી, કોસ્ટા રિકા, તાઇવાન, કઝાકિસ્તાન, તુર્કી અને ઇરાનમાં પણ ટેન્શન સાથે જોડાયેલી ટ્રીટમેન્ટ પર ઘણા બદલાવ કરવામાં આવ્યા છે.     

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp