26th January selfie contest

આ ઉંમરના યુવાનો સૌથી વધારે બનાવે છે શારીરિક સંબંધ, સ્ટડીમાં થયો ખુલાસો

PC: indianexpress.com

સામાન્ય રીતે શારીરિક સંબંધ બનાવવાની કોઈ ઉંમર હોતી નથી. આ તમારી ખુશી પર નિર્ભર કરે છે કે તમે તમારી વધતી ઉંમર સાથે યૌન સંબંધને કેવી રીતે સારો બનાવો છો. જોકે એક શોધમાં શારીરિક સંબંધને લઈને ખુલાસો કરવામાં આવ્યો છે. કિન્ઝી ઈન્સ્ટીટ્યૂટ ઓફ રિસર્ચના આ સેક્સ, રિપ્રોક્શન એન્ડ જેન્ડરે એક સ્ટડી કરી છે. સ્ટડીમાં ઉંમરના હિસાબે આખા વર્ષમાં શારીરિક સંબંધ બનાવવાને લઈને આંકડાંઓ જાહેર કરવામાં આવ્યા છે.

શોધમાં સામે આવ્યું છે કે 18 થી 29 વર્ષ સુધીના લોકો આખા વર્ષમાં 112 વખત શારીરિક સંબંધ બાંધે છે. જ્યારે 30 થી 39 વર્ષના લોકો વર્ષભરમાં સરેરાશ 86 વખત યૌન સંબંધ બનાવે છે, જ્યારે 40 થી 49 વર્ષના લોકોનો આ આંકડો 69નો છે. આ સ્ટડીમાં 13 ટકા લોકો એવા હતા, જેમણે લગ્ન પછી વર્ષભરમાં શારીરિક સંબંધ બનાવવાના ઓછા કરી દીધા હતા. જ્યારે 45 ટકા એવા લોકો મળ્યા જે મહિનામાં અમુક જ દિવસોમાં શારીરિક સંબંધ બનાવતા હતા.

લગ્ન પછી શારીરિક સંબંધ પર જવાબદારીઓના કારણે અસર પડે છે. હેક્ટિક વર્ક શિડ્યુલ, ઘરના કામમાં વ્યસ્તતાના કારણે લોકો આ માટે સમય કાઢી શકતા નથી. એક્સપર્ટ્સના કહેવા પ્રમાણે ઉંમર વધવાની સાથે સાથે લોકોમાં બીમારીઓ પણ વધવા લાગે છે, જેનાથી શારીરિક સંબંધ બનાવી શકાતા નથી. શોધ દરમિયાન 34 ટકા લોકોએ એ માન્યું છે કે તે અઠવાડિયામાં 2-3 વખત જ શારીરિક સંબંધ બનાવી શકે છે. જોકે આ વાતનું ખ્યાલ રાખવું જોઈએ કે સેક્સનો મતલબ માત્ર ફિઝીકલ અટેચમેન્ટ નથી થતું પરંતુ પોતાના લાઈફ પાર્ટનર સાથે ક્વોલિટી સમય પણ પસાર કરવાનો હોય છે.

ફિઝીકલ રિલેશનને લઈને સૌના પોત-પોતાના વિચાર છે. આ મૂળ રૂપથી પ્રેમનો ઈઝહાર કરવાની એક રીત છે. જ્યારે બે લોકો એકબીજા પર સંપૂર્ણ રીતે આશ્વત હોય અને તેમની વચ્ચે વિશ્વાસ સ્થાપિત થાય, ત્યારે તેઓ શારીરિક સંબંધ તરફ આગળ વધતા હોય છે. આપણા સમાજમાં શારીરિક સંબંધને લગ્ન પછી જ કરવામાં આવે તેવું માનવામાં આવે છે. પરંતુ લિવ ઈન રિલેશનશીપે આ વિચારને ઘણા હદ સુધી પ્રભાવિત કર્યો છે. પરંતુ આ જાણવું જરૂરી છે કે કોઈ સંબંધની સફળતા માટે શારીરિક સંબંધ કેટલો જરૂરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp