ભારે બરફ વર્ષામાં ફસાઈ જવાય તો ક્યારેય ન કરતા આ ભૂલ, જીવ ગુમાવવો પડશે

PC: tribuneindia.com

પાકિસ્તાનના હિલ સ્ટેશન મર્રીમાં ભારે બરફ વર્ષાના કારણે બરફમાં ફસાયેલી કારોમાં 10 બાળકો સહિત ઓછામાં ઓછા 22 લોકોના મોત થઈ ગયા છે. મૃતકોમાં ઇસ્લામાબાદ પોલીસના એક સહાયક ઉપનિરીક્ષક અને તેમના પરિવારના 7 સભ્ય સામેલ છે. હાલના દિવસોમાં પર્વતીય વિસ્તારમાં ભારે બરફ વર્ષા થઈ રહી છે અને ભારતમાં પણ હજારોની સંખ્યામાં પર્યટક બરફ વર્ષાની મજા લેવા માટે હિલ સ્ટેશન જઈ રહ્યા છે.

પાકિસ્તાનમાં થયેલા ભયાનક અકસ્માતથી એક મોટો બોધ લઈ શકાય છે. પાકિસ્તાન પોલીસના અધિકારીઓએ જાણકારી આપી છે કે ભારે બરફ વર્ષાના કારણે પર્યટક કલાકો સુધી ટ્રાફિક ફસાઈ રહ્યા હતા. કારોમાં બેઠા લોકોએ ઠંડીથી બચવા માટે હીટર ચાલુ કર્યા હતા. કાચ બંધ અને હીટર ચાલુ હોવાના કારણે ગાડીની અંદર ઓક્સિજનની અછત થઈ ગઈ જેથી ઘણા પર્યટકો બેહોશ થવાના સમાચાર છે. એવામાં જો તમે પણ હિલ સ્ટેશન પર ફરવા જવાની યોજના બનાવી રહ્યા છો તો આ વાતનું ધ્યાન રાખવું જરૂરી છે.

ભારે બરફ વર્ષામાં ફસાઈ જવાની સ્થિતિમાં આ વાતોનું ધ્યાન રાખો:

હિલ સ્ટેશન પર જવા પહેલા એ વિસ્તારના વેધર ફોરકસ્ટ બાબતે જરૂર જાણકારી મેળવી લો. પાકિસ્તાનના મર્રી વિસ્તારમાં પણ ભારે બરફ વર્ષાનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું એ છતા ત્યાં મોટી સંખ્યામાં પર્યટક પહોંચ્યા હતા. કોઈ પણ ટૂરિસ્ટ પ્લેસ પર જવા પહેલા ત્યાંના હવામાન બાબતે જાણકારી જરૂર મેળવી લેવી જોઈએ.

બરફ વર્ષમાં જો તમે કારમાં ફસાય જાઓ છો તો હીટર ચલાવતી વખત પણ સાવધાની રાખો. હીટરને થોડી થોડી વખત ચલાવીને બંધ કરી દો. સાથે જ કારને સંપૂર્ણ રીતે બંધ ન કરો. કારની અંદર ઓક્સિજનનો ફ્લો બનાવીને રાખો. કારની અંદર હિટ વધવા પર ઓક્સિજનની અછત થવાથી અંદર બેઠા મુસાફરોમાં ધીરે ધીરે બેહોશી છવાવા લાગે છે.

કોઈ પણ હિલ સ્ટેશન પર ફરવા જાઓ તો તમારી સાથે ગરમ કપડાં જરૂરી માત્રામાં જઈ જવા.

એવા કોઈ હિલ સ્ટેશન પર જતા બચો જ્યાં કમ્યુનિકેશનના સાધન ઉપલબ્ધ ન હોય. કોઈ પણ મુશ્કેલીમાં ફસાયા તો પોતાની આસપાસના સહાયતા કેન્દ્ર, સ્થાનિક પોલીસ કંટ્રોલ રૂમ વગેરેના નંબર પોતાની પાસે જરૂર રાખો.

કોઈ બર્ફીલા તોફાન કે બરફ વર્ષાના કારણે લાંબી ટ્રાફિક જામની સ્થિતિ થઈ જાય છે તો એવી સ્થિતિમાં કલાકો સુધી ટ્રાફિકમાં ફસાઈ રહેવું પડી શકે છે. જો સાથે જ બાળકો છે તો તેમના માટે ખાવા પીવાની જરૂરી વસ્તુની વ્યવસ્થા કરીને જાઓ. થોડો નાસ્તો કે પીવા માટે પાણી સાથે રાખવાનું ન ભૂલો.    

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp