2 વર્ષમાં Youtuberની અધધધ કમાણી, ઈર્ષ્યામાં પાડોશીએ કરી ફરિયાદ

PC: aajtak.in

ઉત્તર પ્રદેશના બરેલીમાં ઈનકમ ટેક્સ વિભાગે એક Youtuberના ઘરે છાપામારી કરી. રેડમાં Youtuber પાસેથી 24 લાખ રૂપિયા રોકડ પ્રાપ્ત થઇ. Youtuber તસ્લીમ ખાન પર આરોપ છે કે તેણે યૂટ્યૂબ દ્વારા ખોટી રીતે કરોડો રૂપિયા કમાયા છે. તસ્લીમ ખાન સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

જાણકારી મુજબ, Youtuber તસ્લીમ ખાન 2 વર્ષથી પોતાની એક યૂટ્યૂબ ચેનલ ચલાવી રહ્યો છે. આ કેસમાં તસ્લીમના ભાઈ ફિરોઝનું કહેવું છે કે, દ્વેષ ભાવનાથી તેના ભાઈને ફસાવવામાં આવી રહ્યો છે. તેણે પોતાના ભાઈ પર લગાવેલા બધા આરોપોને નકાર્યા છે.

તસ્લીમ બરેલીના નવાબગંજ વિસ્તારમાં રહે છે. તેના યૂટ્યૂબ ચેનલનું નામ ટ્રેડિંગ હબ 3.0 છે. આ ચેનલ પર શેર બજારથી જોડાયેલ વીડિયો અપલોડ કરવામાં આવે છે. તસ્લીમના ભાઈ ફિરોઝે જણાવ્યું કે, અત્યાર સુધીમાં આ ચેનલ દ્વારા 1 કરોડ 20 લાખ રૂપિયાની કમાણી થઇ છે. ફિરોઝ આ ચેનલનો મેનેજર છે.

ફિરોઝ કહે છે, આ એક કરોડ 20 લાખમાંથી અમે 40 લાખ રૂપિયાનો ટેક્સ પણ ભર્યો છે. મેં અને મારા ભાઈએ કોઈ ખોટું કામ કર્યું નથી. અમે અમારી યૂટ્યૂબ ચેનલ ચલાવીએ છીએ. જેના દ્વારા અમારી સારી કમાણી થાય છે. બસ આ જ હકીકત છે.

પાડોશીને હતી ઈર્ષ્યા

તસ્લીમના પિતા મૌસમ ખાને કહ્યું કે, 16 જુલાઈના રોજ આયકર વિભાગની ટીમ આવી હતી. તેમણે તપાસ કરી. જેમાં મારો દીકરો નિર્દોષ સાબિત થયો. તેની કંપનીના બધા દસ્તાવેજો પણ યોગ્ય છે. તેની આ ચેનલ ઘણા સમયથી ચાલી રહી છે. જેના દ્વારા અમે ઘણાં પૈસા કમાયા છે. આ પૈસાની મદદથી દીકરાએ તેનો બિઝનેસ આગળ વધાર્યો છે. જેનાથી અમુક પાડોશીઓ નાખુશ લાગી રહ્યા છે અને તેમણે ફરિયાદ દાખલ કરી દીધી. આ રેડ દ્વેશભાવનાનું પરિણામ છે.

તસ્લીમની માતાનું કહેવું છે કે તેના દીકરાને ખોટી રીતે ફસાવવામાં આવી રહ્યો છે. તો બીજી બાજુ તસ્લીમની મિલકત અને ચેનલની તપાસ કરવામાં આવી રહી છે. તેની સાથે પૂછપરછ પણ કરવામાં આવી રહી છે. તો 24 લાખ રૂપિયા રોકડ પણ જપ્ત કરી લેવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp