ટેટુ બનાવ્યા પછી સ્કીનની કેર કેવી રીતે કરશો

14 Jan, 2018
12:15 PM
PC: greatist.com

આજકાલ લોકોમાં ટેટુ કરાવવાનો ક્રેઝ ઘણો ચાલી રહ્યો છે. પરંતુ ટેટુ બનાવ્યા પછી પણ તેની કાળજી રાખવી ઘણી જરૂર છે નહીં તો તમને સ્કીનને લગતી સમસ્યાઓ ઊભી થઈ શકે છે. તમે જો તમારી સ્કીનનું ધ્યાન નહીં રાખશો તો ટેટુના પિગમેન્ટ કલર આછો થવા લાગે છે. સાથે ટેટુની સ્યાહીમાં ત્વચા પર ખંજવાળ, ડ્રાયનેસ, ચામડી આવવી અને સ્કીન લાલ થવાની સમસ્યા થઈ શકે છે.
આજે એવી જ કેટલીક સ્કીન કેર ટીપ્સની વાત કરશું જેની મદદથી તમે ટેટુ કરાવ્યા પછી સ્કીનને ઈન્ફેક્શનથી બચાવી શકો છો.

સતત મલમ લગાવતા રહો
મલમ લગાવવાથી ટેટુની આસપાસની સ્કીન સાફ રહેશેઅને બેક્ટેરીયા અને ઈન્ફેક્શન નહીં થાય ટેટુ કરાવ્યા પછી સમયે સમયે મલમ લગાડવો ઘણો જરૂરી છે.

સુર્યના તાપથી બચાવી રાખો
ટેટુ કરાવ્યા પછી ટેટુનો ભાગ ઘણો નાજુક અને સંવેદનશીલ હોવાથી દિવસ દરમિયાન તેને સુર્યના સીધા તાપથી બચાવવું જોઈએ. બહાર જતી વખતે સનસ્ક્રીન લોશન અથવા જેલ લગાવીને નીકળવું જોઈએ.

સ્કીનને ડ્રાય થવા ન દેવી
ટેટુ કરાવ્યા પછી તમારી સ્કીન વારેઘડીએ ડ્રાય થતી જોવા મળે છે. તે માટે તમારે સ્કીનને મોશ્ચરાઈઝ રાખવી જોઈએ. તેથી વારેઘડીએ લોશન લગાડતા રહેવું જોઈએ.

ઘસવું જોઈએ નહીં
જો મહિલાઓ ટેટુ કરાવે તો તેમણે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે ટેટુ કરાવ્યા પછીના 45 દિવસ સુધી વેક્સિંગ ના કરાવે અને તે જગ્યાને ઘસવી જોઈએ નહીં.

ડોક્ટરની સલાહ લેવી જોઈએ
જો ટેટુ કરાવ્યા પછીના થોડા દિવસો પછી પણ ટેટુ ડ્રાય અને તે જગ્યાએ સોજો રહે તો ડોક્ટરને જરૂરથી એક વખત બતાવી દેવું જોઈએ. એવું પણ બની શકે તે જગ્યાનો જખમ સંપુર્ણ રીતે ન ભરાયો હોય અને સ્કીનને કોઈ નુકસાન પહોંચે. તમે જો સ્કીનની પૂરતી કાળજી રાખશો નહીં તો ઈન્ફેક્શન થવાનો ખતરો રહે છે. માટે ટેટુ કરાવ્યા પછી સ્કીનની કેર કરવી ઘણી જરૂરી છે.

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.