આ દેશોમાં છે ભારતીય રૂપિયાનો જલવો, સસ્તામાં કરી શકો છો વિદેશ યાત્રા

PC: travelanddestinations.com

દુનિયાના ઘણા એવા દેશો છે જ્યાં ફરવું ભારતીયોને ઘણું મોંઘુ પડે છે આવું એટલા માટે થાય છે કારણ કે રૂપિયાની સરખામણીમાં તે દેશોની કરન્સીની વેલ્યૂ ઘણી વધારે છે. અમેરિકા અને યુરોપ તેવા જ દેશોમાંથી એક છે. જ્યાં યુએસ ડોલર અને યુરોની કિંમત ભારતયી રૂપિયાની સરખામણીમાં ઘણી વધારે છે. જે કારણે ભારતીયને અહીં ફરવા જવાનું ઘણું મોંઘું પડે છે. પરંતુ તમારે નિરાશ થવાની જરૂર નથી કારણ કે આ દેશો સિવાય એવા પણ કેટલાંક દેશ છે, જ્યાં તમે બેફીકર થઈને ફરી શકો છો કારણ કે આ દેશોની કરન્સીની કિંમત ભારતીય રૂપિયાની સરખામણીમાં ઘણી ઓછી છે.

વિયેતનામ

વિયેતનામ સાઉથ એશિયાનો એક દેશ છે. દુનિયાભરમાં વિયેતનામ પોતાના ટુરીસ્ટ ડેસ્ટીનેશન માટે જાણીતું છે. અહીં સુંદર બીચ, કલ્ચર અને ફૂડ ટુરીસ્ટને પોતાની તરફ આકર્ષિત કરે છે. ભારતનો એક રૂપિયો 294.21 વિયેતનામી ડોંગના બરાબર છે. મતલબ જો તમારી પાસે ભારતીય કરન્સીના 100 રૂપિયા છે તો અહીં વિયેતનામી ડોંગ પ્રમાણે 29421 રૂપિયા થાય છે.

ઈન્ડોનેશિયા

ઈન્ડોનેશિયા એશિયાઈ મહાદ્વીપનો એક ભાગ છે. અહીં ઘણા બધા બૌદ્ધ અને હિંદુ મંદિરો આવેલા છે. આ દેશની કરન્સીનું નામ ઈન્ડોનેશિયાઈ રૂપિયા છે. અહીં એક ભારતીય રૂપિયાની કિંમત 188.11 ઈન્ડોનેશિયાઈ રૂપિયા છે. મતલબ જો તમારી પાસે 100 રૂપિયા છે તો ઈન્ડોનેશિયન રૂપિયામાં તેની કિંમત 18811 રૂપિયા થાય.

લાઓસ

આ દેશમાં ઘણા સુંદર ગામ અને વોટરફોલ્સ છે, જે ટુરીસ્ટને પોતાની તરફ આકર્ષિત કરે છે. અહીંની કરન્સીનું નામ કીપ છે. એક ભારતીય રૂપિયા બરાબર 188 કીપ છે. મતલબ કે 100 રૂપિયા અહીં 18864 કીપના બરાબર છે.

પરાગ્વે

પરાગ્વેને સાઉથ અમેરિકાનું દિલ માનવામાં આવે છે. પરાગ્વેની કરન્સીનું નામ ગુઆરાની છે. એક ભારતીય રૂપિયા લગભગ 86.08 પૈરાગુએઆન ગુઆરાનીને બરાબર છે. મતલબ કે 100 રૂપિયાના અહીં 8607 રૂપિયા થાય છે.

કમ્બોડિયા

કમ્બોડિયા એક એશિયાઈ દેશ છે જ્યાં આજે પણ ઐતિહાસિક ઈમારતોને ઘણી સંભાળીને રાખવામાં આવી છે. દર વર્ષે લાખો લોકો આ દેશના ઐતિહાસિક સ્ટ્રક્ચર અને મ્યુઝિયમને જોવા માટે આવે છે. આ દેશની કરન્સીનું નામ કમ્બોડિયન રિએલ છે. ભારતીય રૂપિયામાં તેની કિંમત 51 કમ્બોડિયન રીએલ છે. 100 રૂપિયાના અહીં 5126 કમ્બોડિયન રિએલ બરાબર છે.

સાઉથ કોરિયા

સાઉથ કોરિયા ઈસ્ટ એશિયન દેશમાંનો એક છે. થોડા સમયમાં અહીં જાણીતા કે ડ્રામાસને આખી દુનિયામાં પસંદ કરવામાં આવી રહ્યા છે. આ દેશ પોતાની ફેશન, ટેકનોલોજી અને કોસ્મેટિક સર્જરી માટે ઘણો જાણીતો છે. સાઉથ કોરિયાની કરન્સીનું નામ વૉન છે. એક રૂપિયાના 16 યૉન બરાબર છે. જો તમારી પાસે 100 રૂપિયા છે તો તે લગભગ 1600 રૂપિયા બરાબર થશે.

ઉઝબેકિસ્તાન

ઉઝબેકિસ્તાન સેન્ટ્ર્લ એશિયાનો દેશ છે. અહીં પર ઈસ્લામિક કલ્ચરને ફોલો કરવામાં આવે છે. અહીં તમને લગભગ ઈસ્લામિક સ્ટાઈલની બિલ્ડીંગ અને મસ્જિદો જોવા મળશે. આ દેશની કરન્સીનું નામ ઉઝ્બેક સોમ છે. એક રૂપિયાન બરાબર 137 ઉઝ્બેકી સોમને બરાબર છે. 100 રૂપિયાના 13740 ઉઝ્બેકી સોમને બરાબર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp