વજન ઘટાડે, શરદી-ખાંસીથી પણ બચાવે, ઠંડીમાં જમરુખ ખાવાના છે ઘણા ફાયદા

PC: femina.in

ઠંડીની સીઝનમાં લગભગ દરેક લોકોને જમરુખ ખાવાના પસંદ હોય છે. જમરુખની સાથે સાથે તેના પાંદડા પણ ઘણા ફાયદાકારક હોય છે. જમરુખ ઘણા બધા એન્ટી ઓક્સિડન્ટ, વિટામીન સી, પોટેશિયમ અને ફાઈબરથી ભરપૂર હોય છે. આ સિવાય તેમાં ફોલેટ અને લાઈકોપીન જેવા જરૂરી પોષકતત્વો પણ મળી આવે છે. જમરુખમાં 80 ટકા પાણી હોય છે જે સ્કીનને હાઈડ્રેટ રાખવાનું કામ કરે છે. તો ચાલો જાણી લઈએ ઠંડીની સીઝનમાં જમરુખ ખાવાના શું ફાયદાઓ છે.

ઠંડીની સીઝનમાં શરદી-ખાંસીની સમસ્યા થવી સામાન્ય વાત છે. જમરુખ અને તેના પાંદડામાં ભરપૂર માત્રામાં વિટામીન સી અને આયર્ન હોય છે, જે શરદી-ખાંસીમાં તમને આરામ આપે છે. જમરુખ ઈમ્યુનિટી વધારવાનું કામ કરે છે. ખાંસીમાં પાકેલું જમરુખ ખાવું જોઈએ નહીં પરંતુ, કાચુ જમરુખ ખાવાથી કફ ઓછો થાય છે. આથી જમરુખને ઠંડીની સીઝનમાં ખાવા જોઈએ. જમરુખમાં મળી આવનારું વિટામીન સી આંખની રોશની વધારવામાં પણ મદદ કરે છે.

સ્ટડીઝ પ્રમાણે, જમરુખ બ્લડ સુગરને કંટ્રોલ કરે છે. ખાસ કરીને જમરુખના પાંદડાનો અર્ક ઈન્સ્યુલિન રેસિસ્ટેન્સ અને બ્લડ સુગર પર ઘણુ કારગર સાબિત થયું છે. ખાવાનું ખાધા પછી જમરુખના પાંદડામાંથી બનાવવામાં આવેલી ચા પીવાથી બ્લડ સુગર ઓછું થાય છે. જમરુખમાં ગ્લાઈકેમિક ઈન્ડેક્સ હોય છે, જે બ્લડ સુગરના સ્તરને વધતો રોકે છે. કુલ મળીને ડાયાબિટીઝના દર્દીઓ માટે જમરુખ ઘણું સારું છે.

જમરુખ હૃદય માટે પણ ઘણું ફાયદાકારક છે. જમરુખમાં મળી આવનારા એન્ટી ઓક્સિડન્ટ અને વિટામીન હૃદયને ફ્રી રેડિકલ્સથી ખરાબ થવાથી બચાવે છે. જમરુખમાં કેળા જેટલું જ પોટેશિયમ મળી આવે છે, જે હૃદયને તંદુરસ્ત રાખે છે. જમરુખના પાંદડામાં રહેલા તત્વો પણ બ્લડ પ્રેશરને ઓછું રાખે છે અને બેડ કોલેસ્ટ્રોલને ઘટાડીને ગુડ કોલોસ્ટ્રોલને વધારે છે. એક સ્ટડી પ્રમાણે, ખાવાનું ખાતા પહેલા એક પાકુ જમરુખ ખાવાથી બ્લડ પ્રેશર 8-9 પોઈન્ટ સુધી ઓછું થઈ જાય છે.

જો તમે તમારું વજન ઓછું કરવા માગતા હો તો જમરુખથી સારું કોઈ ફળ નથી. તેમાં કેલરી ઘણી ઓછી માત્રામાં હોય છે અને તેને ખાવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું લાગશે. વિટામીન અને મિનરલ્સથી ભરપૂર હોવાના કારણે તમારા શરીરમાં કોઈપણ પોષક તત્વોની કમી જોવા મળશે નહીં. તેમાં સુગર પણ ઓછું હોવાના કારણે તેનાથી મેદસ્વિતા વધતી નથી.

જમરુખ ફાઈબરનો ઘણો સારો સ્ત્રોત છે અને તેના બીયા પેટને સ્વચ્છ રાખવામાં ઘણા મદદ કરે છે. જમરુખ ખાવાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે. માત્ર એક જમરુખ ખાવાથી તમને દરરોજ ફાઈબરની જરૂરી માત્રા એટલે કે 12 ટકા ફાઈબર મળી જાય છે. જ્યારે જમરુખના પાંદડા ડાયેરિયાની મુશ્કેલીને દૂર કરી શકે છે. જમરુખના પાંદડામાં એન્ટીકેન્સર ગુણ હોય છે. ટેસ્ટ ટ્યૂબ અને એનિમલ સ્ટડીઝ પ્રમાણે જમરુખનો અર્ક કેન્સર કોશિકાઓને વધવાથી રોકે છે.    

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp