26th January selfie contest

તમે વધુ પ્રમાણમાં નારિયેળ પાણી પીતા હોવ તો સાવધાન, આ સમસ્યા આવી શકે છે

PC: wellthy.care

તરસ બધાને લાગે છે, ગળું સૌનું સૂકાય છે, આ વાક્યથી લોકોનો સમાનો ઘણી વખત થઈ ગયો હશે. પરંતુ ક્યારે તમે વિચાર્યું છે કે આવું શા માટે થાય છે. સામાન્ય રીતે તરસ લાગવી કોમન છે પરંતુ જો તમને પાણી પીધા પછી પણ તમારું ગળું સૂકાઈ રહ્યું હોય, તો આ શરીરમાં પાણીની ઉણપ એટલે કે ડિહાઈડ્રેશન તરફનો સંકેત હોઈ શકે છે.

ઓછું પાણી પીવાથી અથવા વધારે પસીનો થવાને લીધે કોઈ પણ ઉંમરના વ્યક્તિને આ સમસ્યા થઈ શકે છે. ગરમીના દિવસો દરમિયાન સામાન્ય રીતે ઘણા લોકોને ડિહાઈડ્રેશન જેવી સામાન્ય પરંતુ ખતરનાક કહી શકાય તેવી સમસ્યાથી ઘેરાઈ જાય છે. શરીરમાં જેટલા પણ સેલ્સ હોય છે, તે પોતાના કામ સારી રીતે કરી શકે, તેના માટે ઓક્સિજનની જરૂર પડે છે. બોડીમાં હાજર પાણીથી જ આ ઓક્સિજનની પૂર્તિ થાય છે. તેવામાં પાણીની ઉણપ થવાને લીધે લોકોએ ઘણી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. માથાવા દુખાવાથી લઈને ધડકન ઝડપી થવી, શરીરમાં પાણીની કમીને જણાવે છે.  તેવામાં આવી પરેશાનીઓથી બચવા માટે લોકોએ નીચે જણાવેલી ફૂડ આઈટમ્સને સીમિત માત્રામાં ખાવા જોઈએ.

નારિયેળ પાણીઃ

એક શોધ પ્રમાણે જે લોકો દિવસ દરમિયાન સામાન્ય પાણીથી વધારે નારિયેળ પાણી પીતા હોય તેમનામાં ડિહાઈડ્રેશનની સમસ્યા જોવા મળી શકે છે. તે સિવાય વર્ક આઉટ પછી નારિયેળ પાણી પીવાનું પસંદ કરતા લોકોના શરીરમાં પણ જરૂરી પોષક તત્વોની ઉણપ જોવા મળી શકે છે.

સોયા સોસઃ

ખાવામાં સ્વાદ વધારવા માટે લોકો આ સોસનો ઉપયોગ કરે છે. ખાસ કરીને ચાઈનીઝ ફૂડ આઈટમ્સ તેના વગર પૂરી થતી નથી.પરંતુ સોયા સોસનો વધારે પડતો ઉપયોગ શરીર માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. સોયા સોસમાં ખાંડ અને મીઠું બંને હોય છે, જે શરીરના એલેક્ટ્રોલાઈટના સ્તરને અસુંતલિત કરવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે.

બીટઃ

બીટ શરીર માટે ઘણું સારું માનવામાં આવે છે. પરંતુ એ ત્યારે જ શક્ય છે જ્યારે તમે તેનો ઉપયોગ સીમિત માત્રામાં કરો તો. બીટનું સેવન વધારે માત્રામાં કરવાથી શરીરમાં પાણીની ઉણપ વર્તાઈ શકે છે. બીટમાં પોટેશિયમની માત્રા ઘણી વધારે હોય છે, જે શરીરના તરલ પદાર્થોને બહાર કાઢવાનું કામ કરે છે.

ગ્રીન ટીઃ

ગ્રીન ટીને સ્વાસ્થ્ય માટે સારી માનવામાં આવે છે. જો તમારે વજન ઓછું કરવું હોય તો તમે રોજ દિવસમાં બે વખત ગ્રીન ટી પી શકો છો. પરંતુ તેનો જો વધારે માત્રામાં ઉપયોગ કરવામાં આવે તો તમારા શરીરમાં ડિહાઈડ્રેશનની સમસ્યા ઉદ્દભવી શકે છે.

કોફીઃ

કોફીને એક કેફીન માનવામાં આવે છે. તેમની તલપ તમને સતત કોફી પીવા માટે કહે છે. પરંતુ કોફીને ડિહાડ્રેટીંગ એલિમેન્ટ તરીકે જોવામાં આવે છે. કોફી ડાઈ-યુરેટિક નેચરની હોય છે. બે કપથી વધારે કોફી પીવાથી શરીરમાં સોડિયમ બનવા લાગે છે. જેનાથી પાણીની ઉણપ થઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp