હું દર સમયે પતિનું લોકેશન ટ્રેક કરું છું- મહિલાએ કહ્યા ફાયદા, લોકો ભડક્યા

PC: twitter.com

ઘણી વખત લોકો પોતાનું લોકેશન નજીકના મિત્રો તથા પરિવારના લોકો સાથે શેર કરે છે. તેની પાછળનું કારણ સુરક્ષા સાથે જોડાયેલું હોય છે અથવા તો તેમને કોઈ જગ્યાએ પહોંચવામાં મદદ કર તે માટે હોય છે. પરંતુ એક મહિલા એવી પણ છે, જે દર વખતે પોતાના પતિનું લોકેશન જોતી રહે છે. આ વાત તેના મિત્રોને પણ પસંદ આવી નથી. જેના પછી મહિલાએ તેના ફાયદા ગણાવ્યા. જ્યારે મિત્રોએ તેની મજાક ઉડાવી તો તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ લખી અને પૂછ્યું કે તેનું અને તેના પતિનું એકબીજાનું લોકેશન ચેક કરવું ખોટું છે. કારણ કે એક મિત્રએ તેને આવું કરતા જોઈ અને તે ખોટું હોવાનું કહ્યું હતું.

મિરરના રિપોર્ટ પ્રમાણે, મહિલાનું કહેવું છે કે- શું આ ખરેખરમાં ખોટું છે. અમે બંને(પતિ-પત્ની) જ એકબીજાને પોતાનું લોકેશન શેર કરીએ છે. છેલ્લા કેટલાંક વર્ષોથી અને 24/7 પોતાનું લોકેશન શેર કરીએ છે. હું દર સમયે જોઉં છું કે મારો પતિ ક્યા છે અને તે પણ આ કરે છે. તેનાથી અમને બંનેને ઘણી મદદ મળે છે. અમે તેને પ્રેક્ટિકલ કારણોથી ઓન કરીએ છીએ. તેનાથી ન તો એકબીજાને મેસેજ કરવા પડે છે કે ના તો પૂછવું પડે કે ક્યાં છો અથવા તો સમજાવવા પડે કે ટ્રાફિકમાં ફસાયેલા છો. જો અમને મોડું પણ થાય છે તો એકબીજાની ચિંતા પણ નથી થતી.

મહિલાએ આગળ કહ્યું કે, આ નિશ્ચિત રૂપથી એકબીજાની તપાસ કરવાનું નથી. ક્યારેય પણ અમારા સંબંધમાં બેવફાઈને લઈને સશંકા ઉતપન્ન થઈ નથી અને અમને એકબીજા પર સંપૂર્ણ વિશ્વાસ છે.

ઘણી વખત લોકેશન ચેક કરતા મને ઘણા દિવસો થઈ જાય છે પરંતુ જ્યારે પણ તેની જરૂર પડે છે, તો હું કરી લઉં છું કારણ કે આ ઘણું સરળ છે. અમે બંને તેનાથી ઘણા ખુશ છીએ. પરંતુ જ્યારે મેં મારા મિત્રને કહ્યું કે હું ચેક કરી લઉં કે પતિ ઘરે પહોંચ્યો કે નહીં તો તેણે એવી પ્રતિક્રિયા આપી કે જાણે હું કંઈ ખોટું કરી રહી છું.

સોશિયલ મીડિયા પર જ્યાં કેટલાંક લોકો આ મહિલાના વખાણ કરી રહ્યા છે તો કેટલાંક લોકો તેની આલોચના કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે- તે મદહોશ થઈ ગઈ છે અને આ કંટ્રોલ તથા અપમાનજક જેવું લાગે છે. મેં મારા અન્ય ઘણા મિત્રોને વાત કરી તો સૌએ મિક્સ પ્રતિક્રિયા આપી. કેટલાંકને આ અજીબ લાગે છે. આ પ્રાઈવસીનું ઉલ્લંઘન છે. અન્ય એક યુઝરે લખ્યું છે- ન તો મારા પતિ પાસે મારું લોકેશન છે ન તો તેનું મારી પાસે. જોકે મારી 15 વર્ષની છોકરીનું લોકેશન મારી પાસે રહે છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp