35 હથિયારો પકડાયા, અમરેલીની ચૂંટણી લોહિયાળ બનશે?

PC: khabarchhe.com

ચૂંટણી તંત્ર દ્વારા હથિયારો જપ્ત કરી લેવાની ઝૂંબેશમાં કોમ્બીંગ કરતાં અમરેલી જીવાપરાના સોમનાથ મંદિર પાસે રહેતાં માથાભારે પુના રામ ભરવાડ પાસેથી 35 હથિયારો મળી આવ્યા હતા. સ્વયંસંચાલિત પરવાના વાળા હથિયારો જમા કરાવવામાં આવી રહ્યાં છે. પણ સમગ્ર ગુજરાતમાં અમરેલી એક એવો જિલ્લો છે જ્યાં પોલીસે પરવાના વગરના હથિયારો પકડી પાડ્યા છે. અત્યાર સુધી માત્ર પરવાના ધરાવતાં હથિયાર માલિકોને હથિયાર જમા કરાવવાની ફરજ પાડવામાં આવતી હતી. અમરેલી રાજકીય રીતે અત્યંત સંવેદનશીલ બેઠક છે. તેથી અહીં ચૂંટમી લોહિયાળ ન બને તે માટે આ ઓપરેશન અત્યંત મહત્વનું છે.

પોલીસ કાર્યવાહીથી બચવા પુના રામ ભરવાડ તલવાર હાથમાં લઈને પોલીસ સામે હવામાં તલવાર વિંઝીને કાર્યવાહીને રોકવા આક્રમક બન્યો હતો. પોલીસને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

 તેની પાસેથી તલવારો, એરગન, બારબોરના કાર્ટીસ,ફરસી, ગુપ્‍તી, છરી, દાતરડું, હોકી જેવા હથિયારો મળી આવેલા હતા. જેમાં 2 સીધી તલવાર, દેશી બનાવટની 3 એરગન, બારબોરના 4 કાર્ટીસ, લોખંડની 9 તલવાર, લોખંડના ફળા વાળી 6 ફરસી, 7 ગુપ્‍તી, 5 છરી, દાતરડું, ધાતુની બીડનો પંચ, લાકડાની હોકી મળી કુલ રૂ.1540ની કિંમતના હથિયારો મળી આવ્યા હતા. પુનાની સામે અમરેલીના પોલીસ સ્‍ટેશનોમાં અગાઉ જુગાર, પ્રોહિબીશન, મારા મારી સહિતના ગુન્‍હાઓ નોંધાયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp