26th January selfie contest

23 એપ્રિલ પછી નરેન્દ્ર ભાઈ માજી વડાપ્રધાન હશે: અહેમદ પટેલ

PC: nationalheraldindia.com

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાનું મત દાન હવે દૂર નથી, જેના કારણે ગુજરાતમાં નેતાઓના પ્રચાર અને પ્રસારમાં પણ વધારો થઈ રહ્યો છે. ત્યારે કેટલાક નેતાઓ કોંગ્રેસની સરકાર આવવાનો દાવો કરી રહ્યા છે તો કેટલાક નેતાઓ ફરી એક વાર મોદી સરકાર આવવાનો દાવો કરી રહ્યા છે. નેતાઓએ કરેલા નિવેદનો બાદ જનતા 23 એપ્રિલે મત આપીને ભારતના વડાપ્રધાનનું ભાવિ નક્કી કરશે. ત્યારે કોંગ્રેસના નેતા અહેમદ પહેલે કહ્યું છે કે, 23મી મે પછી નરેન્દ્રભાઈ માજી વડાપ્રધાન હશે.

અહેમદ પટેલે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, પહેલાથી અમે કહેતા આવ્યા છીએ. 2004નો દાખલો લઇ લો તમને ખ્યાલ આવશે કે, એકવાર મેજોરિટી આવ્યા પછી બધા પક્ષો ભેગા મળીને નક્કી કરશે તે આ દેશનો પ્રધાન બનશે. પરંતુ એક વાત નિશ્ચિત છે કે, 23મી મેં પછી જ્યારે પરિણામ આવશે ત્યારે ભાઈ શ્રી નરેન્દ્ર ભાઈ વડાપ્રધાન નહીં હોય. તેઓ PM તો હશે પરંતુ આગળ માજી શબ્દ લાગી જશે એટલે કે માજી વડાપ્રધાન બની જશે. એમની આગળ Ex PMનું લેબલ લાગશે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp