26th January selfie contest

માણસા શહેર કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા

PC: youtube.com

લોકસભાની ચૂંટણીનું ત્રીજા તબક્કાનું મતદાન જેમ જેમ નજીક આવતું જાય છે, તેમ તેમ કોંગ્રેસને એક પછી એક ફટકાઓ પડી રહ્યા છે. ચૂંટણી પહેલા કોંગ્રેસના ધારાસભ્યો ભાજપમાં જોડાયા અને અને જ્યારે ચૂંટણી પ્રચાર માટે ભાજપ દ્વારા સભાઓના આયોજનો કરવામાં આવે છે ત્યારે કોંગ્રેસના તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સભ્યો સહિત સ્થાનિક કાર્યકર્તાઓ પણ ભાજપમાં જોડાતા જાય છે. હવે માણસામાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. માણસાના કોંગ્રસના મોટા આગેવાનો ભાજપના જોડાયા છે.

આ બાબતે ભાજપ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવવામાં આવ્યું હતું કે, કોંગ્રેસના ઘણા લોકો, જવાબદાર અધિકારીઓ, પદાધિકારીઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ રહ્યા છે. આજે પણ માણસા શહેરના પૂર્વ શહેર પ્રમુખ ડૉક્ટર તુષારભાઈ જાની, આશિષભાઈ પ્રજાપતિ કોંગ્રેસના માણસા શહેરના મહામંત્રી, નીરમાબહેન પ્રજાપતિ ત્યાંના કાઉન્સિલર, અન્ય એક કાઉન્સિલર કિર્તીભાઈ પરમાર, સુનીતા બહેન દંતાણી, કમલેશભાઈ દંતાણી ત્યાંના કાર્યકર્તા, જીતેનભાઈ પટેલ સામાજિક આગેવાન અને કોંગ્રેસના કાર્યકર્તા, ડૉક્ટર વિપુલભાઈ પટેલ, ડૉક્ટર અંકિતભાઈ પટેલ કોંગ્રેસના કાર્યકર્તા, જસવંતસિંહ સોલકી ત્યાંના રાજપૂત અગ્રણી અને કોંગ્રેસના કાર્યકર્તા, લાલુભાઈ મિસ્ત્રી ત્યાંના કોંગ્રેસના કાર્યકર્તા, પિયુષભાઈ રાઠોડ જિલ્લા કોંગ્રેસ સંગઠનના મંત્રી, સોનલબહેન રાઠોડ તાલુકા પંચાયતના સભ્ય અને માણસા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ, રાવબાપુ માણસા વોર્ડ નંબર 6ના પ્રમુખ, સુરેશભાઈ પટેલ પૂર્વ મહામંત્રી શહેર સમિતિના અને સુરેશભાઈ ચૌધરી ઉપ પ્રમુખ કોંગ્રસ માણસા તાલુકાના આ તમામ કાર્યકર્તાઓ પોતાના સમર્થકો સાથે મોટી સંખ્યામાં ભાજપમાં જોડાઈ રહ્યા છે.

પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે પ્રેસ મીડિયાને સંબોધન

Posted by BJP Gujarat on Monday, 15 April 2019

પ્રેસ કોન્ફરન્સમાં ભાજપના નેતાએ વધુમાં જણાવ્યું હતું કે, ભારતીય જનતા પક્ષમાં આપ સૌ મિત્રોની સ્વાગત છે, હું આ સૌ મિત્રોને આવકારું છું અને આવનારી લોકસભાની ચૂંટણીમાં તેઓ આજથી જ, આ ક્ષણથી જ અમારી સાથે ખભેખભો મિલાવીને અમારી સાથે લાગેલા છે અને પુનઃ ગુજરાતમાં 26 લોકસભા બેઠકનો વિજય સંકલ્પ નિર્ધારિત કરીએ છીએ.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp