રાહુલ ગાંધી દેશના ટુકડાં કરીને રાજ કરવા માગે છે : BJP નેતાનો આરોપ

PC: ndtv.com

લોકસભા ચૂંટણી માટે 19 મેના રોજ હિમાચલમાં સાતમાં તબક્કામાં મતદાન યોજાશે અને તે માટે કોંગ્રેસ અને BJP બંનેએ પ્રચારની જોરશોરથી તૈયારી કરી દીધી છે.

હમીરપુરથી BJP ઉમેદવાર અનુરાગ ઠાકુર સતત કોંગ્રેસ પર હુમલો કરી રહ્યાં છે. હમીરપુરમાં એક ચૂંટણી કાર્યક્રમ દરમિયાન અનુરાગ ઠાકુરે મોદી ચોકીદાર હૈ ના નારા સાથે લોકો પાસે મત માગ્યા હતા. અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે, આપણ બધા ચોકીદાર બનાવીને સાથે સાથે દેશની ચોકીદારી કરવાની પ્રતિજ્ઞા કાર્યકર્તાઓને આપી છે.

કોંગ્રેસ પર આરોપ લગાવતાં BJPના યુવા નેતાએ કહ્યું કે કોંગ્રેસે જૂઠું બોલવાની આદત પડી ગઇ છે. કોંગ્રેસ પોતાની નિષ્ફળતા છુપાવવાં માટે લોકોને ગેરમાર્ગે દોરે છે. રાહુલ ગાંધી પર નિવેદન આપતાં અનુરાગ ઠાકુરે કહ્યું કે, રાહુલ ગાંધી દેશના ટુકડા ટુકડા કરી તેના પર રાજ કરવાની કોશીશ કરી રહ્યાં છે. હમીરપુર બેઠક પરથી તેમના સામે કોંગ્રેસે રામલાલ ઠાકુરને મેદાનમાં ઉતાર્યા છે. અનુરાગ અહીંથી ત્રણ વખત સાંસદ રહ્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp