મહાત્મા ગાંધીને ‘પાકિસ્તાનના રાષ્ટ્રપિતા’ કહેનાર BJP પ્રવક્તાને જાણો શું સજા થઇ

PC: zeenews.com

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને તેમના હત્યારા નાથુરામ ગોડસેને લઇને BJP નેતાઓ સતત નિવેદનબાજી કરી રહ્યાં છે. BJP એ મહાત્મા ગાંધીને ‘પાકિસ્તાનના રાષ્ટ્રપિતા’ ગણાવનાર મધ્ય પ્રદેશના પાર્ટી પ્રવક્તા અનિલ સોમિત્રને સસ્પેન્ડ કરી દીધો છે.

BJP એ અનિલ સૌમિત્રને પ્રવક્તા અને મીડિયા સેલના પ્રમુખ પદેથી તાત્કાલિક પ્રભાવથી દૂર કરી દીધાં છે. ઉલ્લેખનીય છે કે અનિલ સૌમિત્રએ પોતાની એક ફેસબુક પોસ્ટમાં વિવાદીત ટિપ્પણી કરતા લખ્યું હતું કે, મહાત્મા ગાંધી રાષ્ટ્રપિતા હતા, પરંતુ પાકિસ્તાન રાષ્ટ્રના. ભારત રાષ્ટ્રમાં તો તેમના જૈવા કરોડો પુત્ર છે. કેટલાક લાયક તો કેટલાક નાલાયક. આની સાથે જ BJP એ તેમને સાત દિવસની અંદર જવાબ આપવા માટે પણ કહ્યું છે.

મહાત્મા ગાંધીની હત્યારા નાથુરામ ગોડસેને લઇને BJP નેતાઓની ટિપ્પણી વચ્ચે પાર્ટી ડેમેજ કંટ્રોલમાં લાગી છે. ગોડસેને દેશભક્ત બતાવનાર નિવેદન પર BJP અધ્યક્ષ અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પ્રજ્ઞા ઠાકુરની નિંદા કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે એક રેલીમાં કહ્યું હતું કે, હું પ્રજ્ઞા ઠાકુરને આ નિવેદન માટે ક્યારેય માફ નહીં કરી શકું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp