PM મોદી તરફથી હું તમારી માફી માગું છું: રાહુલ ગાંધી

PC: twitter.com

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂનમાં એક રેલીને સંબોધિત કરતા વડાપ્રધાન મોદી પર રાફેલ ડીલથી લઇને GST અને કિસાન સન્માન નિધિ મામલે પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીએ GSTથી વેપારીઓને થતાં નુકસાનનો ઉલ્લેખ કરીને કહ્યું કે, PM મોદીએ ભયંકર ભુલ કરી છે અને તે માટે હું તમારી માફી માગું છું.

GST વેપારીઓને થઇ રહેલા નુકસાન બાબતે રાહુલ ગાંધીએ કહ્યું કે, અમે ગબ્બરસિંહ ટેક્સને સાચી GSTમાં બદલીશું, જેમાં એક સાધારણ ટેક્સ હશે. રાહુલે વેપારીઓને સંબોઘિત કરતા કહ્યું કે GSTથી તમારું જે નુકસાન થયું છે, જે કષ્ટ તમને થયું છે તે માટે હું PM નરેન્દ્ર મોદી તરફથી હું તમારી માફી માગું છું. તેમને ભારે ભુલ કરી અને અમે આ ભુલને યોગ્ય કરીશું.

આ પહેલા જનસભાની શરૂઆત કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, ઉત્તરાખંડની પવિત્ર ભૂમિ પર આવીને મને ખુશી છે. સેનામાં ઉત્તરાખંડની જે ભાગીદારી છે તે માટે આખું ભારત તમારું સ્વાગત કરે છે. પુલવામા હુમલામાં CRPFના જવાનો શહીદ થયા ત્યારે કોંગ્રેસ સરકારની સાથે ઉભી રહી, પરંતુ એ સમયે વડાપ્રધાન મોદી કોર્બેટ પાર્કમાં વીડિયો શૂટ કરી રહ્યા હતા.

PM કિસાન સન્માન નિધિ યોજનાના એલાન પર પણ રાહુલ ગાંધીએ PM મોદી પર પ્રહાર કરતા કહ્યું કે, સંસદમાં પાંચ મિનિટ સુધી BJPના સાંસદોએ નરેન્દ્ર મોદી તરફ તાળીઓ વગાડી. રાહુલે કહ્યું કે, મેં ખડગેજીને પૂછ્યું કે તાળીઓ કેમ વાગે છે તો તેમણે કહ્યું કે, ભારતના ખેડૂતોને સાડા ત્રણ રૂપિયા આપવાનો નિર્ણય કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp