લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસની ત્રીજી યાદી જાહેર

PC: newindianexpress.com

કોંગ્રેસમાં લોકસભા ચૂંટણીની તૈયારીઓ જોરમાં ચાલી રહી છે. કોંગ્રેસે ઉમેદવારોની ત્રીજી યાદી શુક્રવારે મોડી સાંજે જાહેર કરી હતી જેમાં 6 રાજ્યોના 18 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. અસમના સિલિચરથી પૂર્વ સાંસદ અને મહિલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ સુષ્મિતાદેવીને ફરીથી ઉમેદવાર બનાવાયા છે. પાર્ટીના વરિષ્ઠ નેતા પીએલ પુનિયાના દીકરા તનુજને ઉત્તરપ્રદેશના બારાબંકીથી ટિકીટ મળી છે. મેઘાલયના પૂર્વ મુખ્યમંત્રી મુકુલ સંગમાને તુરાથી અને આસામના પૂર્વ મુખ્યમંત્રી તરૂણ ગોગોઇના દીકારા ગૌરવને કાલિયાબોરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

કોંગ્રેસ માટે મહત્વના એવા તેલંગાણાની આઠ બેઠકો માટે કોંગ્રેસ નામ જાહેર કરી દીધા છે. આદિલાબાદથી રમેશ રાઠોર, પેડ્ડાપલ્લેથી એ. ચંદ્રશેખર, કરીમનગરથી પુનમ પ્રભાકર, જહીરાબાદથી કે.મદનમોહન રાવ, મેડકથી ગલી અનિકુમાર, મલકાજગિરીથી એ રેવાનાથ રેડ્ડી મહમૂબાબાદથી પોરિકા બલરામ નાઇક અને ચેવેલ્લાથી વિશ્વેશ્વર રેડ્ડીને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

સિક્કીમની એકમાત્ર બેઠક પરથી કોંગ્રેસે ભરત બસનેટને ઉમેદવાર બનાવ્યા છે તો નાગાલેન્ડ બેઠક પર કેએલ ચીશીની પસંદગી કરવામાં આવી છે. મેઘાલયની શિલોંગ બેઠક પરથી વિન્સેટ એચ.પાલાને ઉમેદવાર બનાવાયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp