26th January selfie contest

ગુજરાતના CM પણ બન્યા 'ચોકીદાર વિજય રૂપાણી'

PC: twitter.com/vijayrupanibjp

PM નરેન્દ્ર મોદીએ મેં ભી ચોકીદાર કેમ્પઇન ગઇકાલે લોન્ચ કર્યું હતું, ત્યાર બાદ PM મોદી, અમિત શાહ, ભાજપના નેતાઓ, કેન્દ્રીયમંત્રીઓએ પોતાના ટ્વવીટર અકાઉન્ટના નામની આગળ ચોકીદાર શબ્દને જોડીને આ કેમ્પેઇનને સમર્થન આપ્યું હતું, જેમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ જોડાયા હતા અને તેમણે પણ પોતાના ટ્વીટર અકાઉન્ટના નામની આગળ ચોકીદાર વિજય રૂપાણી કરી દીધું હતું.

ટ્વીટર પર PM મોદી અને અમિત શાહે બદલ્યું પોતાનું નામ

PM નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહે ટ્વીટર પર પોતાના નામની આગળ ચોકીદાર શબ્દ જોડ્યો હતો. ઉલ્લેખનીય છે કે, શનિવારના રોજ PM નરેન્દ્ર મોદીએ મેં ભી ચોકીદાર કેમ્પેઇનની શરૂઆત કરી હતી.

PM મોદીએ શનિવારે વીડિયો ટ્વીટ કરીને શરૂ કર્યુ હતું ‘મેં ભી ચોકીદાર’ અભિયાન

ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે આક્રમક અભિયાન શરૂ કરી દીધું છે. PM મોદીએ પોતાના ટ્વીટર હેન્ડલ પર એક વીડિયો શેર કરીને ‘ મેં ભી ચોકીદાર’ અભિયાન શરૂ કર્યું હતું. આ વીડિયોમાં કેન્દ્ર સરકારના કામોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વીડિયોના અંતમાં 31 માર્ચના રોજ સાંજે 6 વાગ્યે PM મોદી સાથે જોડાવા માટે આહ્વાન આપવામાં આવ્યું છે.

PM મોદીએ ટ્વીટ કર્યું કે ‘તમારો ચોકીદાર ડગ્યા વિના ઉભો છે અને દેશની સેવા કરી રહ્યો છે, પરંતુ અહીં હું એકલો નથી. એ દરેક શખ્સ જે ભ્રષ્ટાચાર, ગંદકી, સામાજિક અનિષ્ટો સામે લડે છે તે ચોકીદાર છે. જે પણ દેશના વિકાસ માટે કામ કરે છે તે ચોકીદાર છે. આજે દરેક ભારતીય કહે છે #MainBhichowkidar‘

વડાપ્રધાન મોદીએ ટ્વીટર પર 3.45 મિનિટનો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં સરકારના કામોને દર્શાવવામાં આવ્યા છે. વીડિયોના અંતમાં PM મોદી #MainBhichowkidar અભિયાન સાથે 31 માર્ચ 2019ના રોજ જોડાવા આહ્વાન કરે છે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp