હાર્દિકના એક્ઝિટ પોલ મુજબ જાણો ગુજરાતમાં કોંગ્રેસને કેટલી સીટ મળશે

PC: twitter.com/HardikPatel_

પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર અને થોડા સમય પહેલા જ કોંગ્રેસ પાર્ટીમાં જોડાયેલા હાર્દિક પટેલે એક્ઝિટ પોલ અંગે પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, 2019ની લોકસભા ચૂંટણીમાં UPAની સરકાર બનશે. હાર્દિકે ગુજરાતમાં કોંગ્રેસની કેટલી સીટ આવશે, તે અંગે પણ આગાહી કરતા કહ્યું હતું કે, મારા એક્ઝિટ પોલ મુજબ ગુજરાતમાં કોંગ્રેસની 8-10 સીટ આવશે. તેણે કહ્યું હતું કે, 2014ને બાદ કરતા 20 વર્ષથી એક્ઝિટ પોલ ખોટા પડ્યા છે. આ વખતની ચૂંટણીમાં પણ એવું જ થશે અને UPAની સરકાર બનશે.

એક્ઝિટ પોલ મુજબ ગુજરાતમાં BJP-કોંગ્રેસને જાણો કેટલી સીટ મળશે

લોકસભા ચૂંટણીના છેલ્લા તબક્કાનું મતદાન પૂર્ણ થઇ ગયું છે અને સાથે અલગ-અલગ એજન્સીઓ અને ન્યૂઝ ચેનલોના એક્ઝિટ પોલ પણ આવી ગયાછે, ત્યારે CVoterના એક્ઝિટ પોલ મુજબ NDAને પૂર્ણ બહુમત મળશે, તેવી સંભાવના વ્યક્ત કરી છે. Cvoterના એક્ઝિટ પોલ મુજબ ગુજરાતમાં ભાજપને 22 સીટો મળવાની સંભાવના છે, જ્યારે UPAના ફાળે 4 સીટ જાય તેવી સંભાવના છે. ઉલ્લેખનીય છે કે, 2014મા ગુજરાતની તમામ 26 સીટો ભાજપે કબજે કરી હતી. Times Now-VMRના એક્ઝિટ પોલ મુજબ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી 26માંથી 23 સીટ પોતાના નામે કરે તેવી સંભાવના છે, જ્યારે કોંગ્રેસને 3 સીટ મળી શકે છે.

રાજ્યવાર એક્ઝિટ પોલ...

CVoter Exit Poll મુજબ ઉત્તર પ્રદેશમાં NDAને 38 સીટ અને UPAને 2 સીટ મળવાની સંભાવના છે.

ઉત્તરાખંડમાં  તમામ 5 સીટ NDAને મળવાની સંભાવના છે.

પશ્ચિમ બંગાળમાં UPAને 2 સીટ અને NDAને 11 સીટ મળવાની સંભાવના છે.

રાજસ્થાનમાં NDAને 22 અને UPAને 3 સીટ મળવાની સંભાવના છે.

મહારાષ્ટ્રમાં UPAને 14 અને NDAને 34 સીટો મળવાની સંભાવના છે.

તામિલનાડુમાં UPAને 27 અને NDAને 11 સીટો મળવાની સંભાવના છે.

કેરળમાં UPAને 15 સીટો મળવાની સંભાવના છે.

કર્ણાટકમાં UPAને 9 અને NDAને 18 સીટો મળવાની સંભાવના છે.

ગુજરાતમાં UPAને 4 અને NDAને 22 સીટો મળવાની સંભાવના છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp