જિગ્નેશ મેવાણીના મતે તે ગુજરાતની આ 2 બેઠક ભાજપને જીતવા નહીં દે

PC: facebook.com/pg/jigneshmevaniofficial

ગુજરાતમાં અલ્પેશ ઠાકોરને લઈને રાજકારણ ગરમાયું છે. ઠાકોર સેનાને અન્યાય થતો હોવાની વાત પર અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દીધું હતું અને અલ્પેશે અપક્ષમાંથી ઊભા રહેલા ઠાકોર સેનાના ઉમેદવારનો પ્રચાર કર્યો હતો, જેના કારણે કોંગ્રેસ દ્વાર અલ્પેશ ઠાકોરને બિહારના સહ પ્રભારી પદથી હટાવી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ ઠાકોર સેનામાં પણ ક્યાંકને ક્યાંક અલ્પેશ ઠાકોર વિરુદ્ધ રોષ જોવા મળ્યો હતો અને જેના કારણે ઠાકોર સેનાએ કોંગ્રેસને સમર્થન જાહેર કર્યું હતું. ત્યારે એક તરફ અલ્પેશ ઠાકોર ભાજપને સમર્થન આપતો હોવાની વાતો ચર્ચાઈ રહી છે, તો બીજી તરફ અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાઈ શકે તેવો પણ ગણગણાટ રાજકીય લોબીમાં થઈ રહ્યો છે, ત્યારે અલ્પેશ ઠાકોરના ભાજપમાં જોડાવા મામલે જીગ્નેશ મેવાણીએ નિવેદન આપ્યું હતું.

જીગ્નેશ મેવાણીએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, પાટણ અને બનાસકાંઠા મીડિયાના માધ્યમથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહને સ્પષ્ટ ખુલ્લી અને લાકડાતોડ ચેલેન્જ, થાય એટલા રૂપિયા લગાડી દો બાકી પાટણ અને બનાસકાંઠા જીતવા નહીં દઉં. એ નક્કી વાત છે.

અલ્પેશ ઠાકોર વિષે નિવેદન આપતા તેમણે કહ્યું હતું કે, મારું એમને એટલું સુચન છે કે, તમે જે પક્ષમાં હતા તમે જે જગ્યા પર હતા તેનો વાંધો સાચો કે ખોટો હોઈ શકે છે, BJPને ફાયદો થાય તેવું મહેરબાની કરીને ના કરતા. આટલી જ મારી તેમને સાલાહ છે. મને એવું લાગે છે કે, અલ્પેશભાઈ ભાજપમાં જોડાવાની ભૂલ નહીં કરે. રાજકીય આત્મહત્યાના એ બીજા રસ્તાઓ અપનાવશે પણ ભાજપના એ નહીં જોડાય. હું કોઈપણ પક્ષમાં જોડાવાનો નથી, હું અપક્ષ છું, બરાબર છું, મારું કામ ઈમાનદારીથી કરું છું.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp