મહેસાણામાં દૂધ સાગર ડેરીના હોદ્દેદારો અને દૂધ ઉત્પાદકોએ આ પાર્ટીને આપ્યું સમર્થન

PC: facebook.com/AJPatelMehsana

વીસનગર ખાતે દૂધસાગર ડેરીના ઉત્પાદકોની આજે સભા યોજાઈ હતી. આ સભામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ ઉપસ્થિતિ રહ્યા હતા. રાજીવ સતાવે દૂધ ઉત્પાદકોને કોંગ્રેસ સાથે જોડાવવાનું આહ્વાન કર્યું હતું અને બીજી તરફ દુધ સાગર ડેરીના ચેરમેન આશાબેન ઠાકોરે પણ કહ્યું હતું કે, દૂધ સાગર ડેરી સાથે ભાજપ સરકાર દ્વારા અન્યાય કરવામાં આવે છે. તે સાથે જ દૂધ સાગર ડેરીના ઉત્પાદકો કોંગ્રેસને સમર્થન આપે અને આવનારી સરકારમાં પરિવર્તન લાવે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી.

આ સભામાં મોટી સંખ્યામાં દૂધ ઉત્પાદકોએ પણ હાજરી આપી હતી. તો કોંગ્રેસના મહેસાણાના ઉમેદવાર એ. જે. પટેલે દૂધ ઉત્પાદકોને વચન આપ્યું હતું કે, જો તેઓ લોકસભાની ચૂંટણીમાં ચૂંટાઈને આવશે તો અગામી સમયમાં દૂધ ઉત્પાદકોના લાભાર્થે અનેક નિર્ણયો કરાશે.

ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા એટલે કે રવિવારના રોજ દૂધ સાગર ડેરીના પ્રમુખ આશાબેન ઠાકોરના અધ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠકમાં દૂધ મંડળીઓના પ્રમુખ, મંત્રીઓ, દુરડા સહાયકો અને પશુપાલકોએ મહેસાણ અને પાટણ બેઠક પરથી કોંગ્રેસને સમર્થન આપવનો નિર્ણય જાહેર કર્યો હતો અને કોંગ્રેસના પ્રચારની શરૂઆત કરી હતી.

આ બાબતે દૂધ સાગર ડેરીના વાઈસ ચેરમેન મેઘજીભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, આગાઉ ત્રણ વખત ટેકો આપ્યા બાદ ડેરીને સતત થઈ રહેલા અન્યાયને કારણે અમે આ વખતે કોંગ્રેસને સપોર્ટ કરવાના છીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp