મમતા બેનર્જીએ ઇશ્વરચંદ્ર વિદ્યાસાગરની પ્રતિમા ખંડિત કરવાનો આ રીતે કર્યો વિરોધ

PC: ndtv.com

14મે ના રોજ BJP અધ્યક્ષ અમિત શાહ પશ્ચિમ બંગાળના કોલકાતા પહોંચ્યા હતા, પરંતુ તેમના રોડ શો દરમિયાન હિંસા થઇ હતી, જેમાં તેમના વાહનો પર ઇંડા ફેંકવાની સાથે-સાથે આગજની પણ કરવામાં આવી હતી. રોડ શો દરમિયાન પ્રદર્શનકારીઓએ ઇશ્વરચંદ્ર વિદ્યાસાગરની પ્રતિમાને ખંડિત કરી હતી. એવામાં પશ્ચિમ બંગાળમાં આ ઘટનાને લઇને રાજકીય વાતાવરણ ગરમાયું છે. મમતા બેનર્જીએ આ ઘટના માટે BJPને જવાબદાર ગણાવી છે. આ સાથે જ મમતા બેનર્જીએ પોતાના સોશિયલ મીડિયા પ્રોફાઇલમાં પણ પોતાનો ફોટો બદલીને ઇશ્વરચંદ્ર વિદ્યાસાગરનો ફોટો લગાવીને BJPનો વિરોધ કર્યો છે.

હિંસામાં ઇશ્વરચંદ્ર વિદ્યાસાગરની પ્રતિમા તૂટવાના મુદ્દા પર TMCના ઘણાં નેતાઓએ પણ પોતાના પ્રોફાઇલ પિક્ચર અને ડીપી બદલી લીધાં છે. મમતા બેનર્જીએ BJP પર આક્ષેપ કરતા કહ્યું છે કે, BJPની રેલીમાં સામેલ કેટલાક ગુંડાઓએ વિદ્યાસાગર કોલેજ પર હંગામો કર્યો હતો. અમે આનો જડબાતોડ જવાબ આપીશું, શું તેઓ જાણે છે કે વિદ્યાસાગર કોણ હતા? આ શરમજનક ઘટના છે.

ઉલ્લેખનીય છે કે મંગળવારે અમિત શાહે કોલકાતામાં રોડ શો કર્યો હતો. શાહ જે વાહન પર સવારી કરતા હતા, એ વાહન પર ઇંડા ફેંકવામાં આવ્યાં હતા. કેટલાક લોકોએ રોડ શો પર પથ્થરો ફેંક્યા હતા અને આગજની પણ કરી હતી. પરિસ્થિતિને અંકુશમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જનો ઉપયોગ કર્યો હતો. આ ઘટના બાદ અમિત શાહે રોડ શો ત્યાં જ પૂરો કરી દીધો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp