26th January selfie contest

ECનો ઐતિહાસિક નિર્ણય, મમતા બેનર્જીએ તેને અભૂતપૂર્વ, અસંવૈધાનિક, અનૈતિક ગણાવ્યો

PC: youtube.com

ચૂંટણી આયોગે પશ્ચિમ બંગાળના કોલકાતામાં મંગળવારે થયેલી ચૂંટણી હિંસાને ધ્યાનમાં રાખીને રાજ્યમાં અંતિમ ચરણ માટે મતદાન માટે નિર્ધારિત સમય કરતા એક દિવસ પહેલા, 16 મેના રોજ રાત્રે 10 વાગ્યાથી ચૂંટણી પ્રચાર પ્રતિબંધિત કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. પશ્ચિમ બંગાળની 9 સીટો પર 19 મેના રોજ મતદાન થવાનું છે. ચૂંટણી આયોગે બુધવારે આ અંગે આદેશ આપતા કહ્યું હતું કે, પશ્ચિમ બંગાળમાં 16 મેના રોજ રાત્રે 10 વાગ્યાથી દરેક પ્રકારના પ્રચાર અભિયાન પ્રતિબંધિત થઈ જશે. ઉપ ચૂંટણી આયુક્ત ચંદ્રભૂષણ કુમારે સંવાદદાતા સંમેલનમાં જણાવ્યું હતું કે, દેશના ઈતિહાસમાં સંભવતઃ આ પહેલો અવસર છે જ્યારે આયોગે ચૂંટણી હિંસાને ધ્યાનમાં રાખીને કોઈ ચૂંટણીમાં નિર્ધારિત સમય કરતા પહેલા ચૂંટણી પ્રચાર પ્રતિબંધિત કરવો પડ્યો હોય.

ઉલ્લેખનીય છે કે, આયોગે મંગળવારે કોલકાતામાં BJP અધ્યક્ષ અમિત શાહના રોડ શો દરમિયાન TMCના કાર્યકર્તાઓ સાથે થયેલી હિંસક ઝડપની ફરિયાદોને ધ્યાનમાં લઈને આ કાર્યવાહી કરી છે. આ અંગે કુમારે ટ્વિટ કરીને સ્પષ્ટતા કરી હતી કે રાજ્યમાં હિંસક ઝડપ દરમિયાન સમાજ સુધારક ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની પ્રતિમા તોડ્યા બાદ રાજ્યમાં કાયદા-વ્યવસ્થાની બગડતી સ્થિતિ પર ચૂંટણી આયોગે ગંભીર નારાજગી વ્યક્તિ કરતા પ્રચાર અભિયાનને સમય કરતા પહેલા જ રોકવાનો નિર્ણય લીધો છે. આ સંભવતઃ પહેલો મોકો છે, જ્યારે સંવિધાનના અનુચ્છેદ 324 અનુસાર આ પ્રકારની કાર્યવાહી કરવી પડી હોય. આ ઉપરાંત આયોગે પશ્ચિમ બંગાળમાં ફરજ બજાવી રહેલા પોલીસ સેવાના બે અધિકારીઓને પણ ફરજમુક્ત કરી તેમને ચૂંટણી પ્રક્રિયાથી દૂર રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે.

આ અંગે ચૂંટણી આયોગ પર નિશાનો સાધતા TMC અધ્યક્ષ મમતા બોનર્જીએ બુધવારે કહ્યું હતું કે, આ આયોગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઉપહાર આપ્યો છે. જે અભૂતપૂર્વ, અસંવેધાનિક અને અનૈતિક છે. પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, તેમણે પહેલા ક્યારેય આ પ્રકારનું ચૂંટણી આયોગ નથી જોયું, જે RSSના લોકોથી ભરેલું છે. મમતા બેનર્જીએ એક સંમેલનમાં દાવો કર્યો છે કે, પશ્ચિમ બંગાળમાં કાયદો-વ્યવસ્થાની એવી કોઈ સમસ્યા નથી કે, અનુચ્છેદ 324 લાગુ કરવામાં આવે. તે અભૂતપૂર્વ, અસંવેધાનિક અને અનૈતિક છે. આ ખરેખર મોદી અને અમિત શાહને ઉપહાર છે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp