કોંગ્રેસ સત્તામાં આવશે તો પહેલા આ ગામની તપાસ કરાવશે, કારણ છે ખાસ

PC: timesofindia.com

નેશનલ હાઇવે-53 પર મહાસમુંદ પાસે લગભગ 135 કિલોમીટર દૂર 150 પરિવારોનું એક ગામ છે. આ નાના ગામમાં ન તો રાફેલની ફેક્ટરી લાગી છે ન તો રાફેલ આવવાથી આ ગામને કોઇ ફાયદો મળશે. લોકસભા ચૂંટણીના વાતાવરણ વચ્ચે આ ગામના લોકો અલગ જ સમસ્યાની પીડાઇ રહ્યાં છે. આ ગામનું નામ જ રાફેલ છે અને તેથી આસપાસના લોકો આ ગામની હાલ મજાક ઉટાવી રહ્યાં છે. આસપાસના ગામના લોકો રાફેલ ગામના લોકોને કહે છે કે સાચવજો, કોંગ્રેસ સત્તામાં આવી તો તમારી તપાસ કરાવશે.

ગામના લોકોને જ્યારે પૂછવામાંઆવે છે કે તમારા ગામની ચર્ચા ઘણી ચાલે છે તો તમને કેવું લાગે છે તો ગામના વૃદ્ધો કહે છે કે ચર્ચામાં રહેવાથી શું મળે ? ક્યારેક વડાપ્રધાન કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આવે તો ગામને થોડો ક ફાયદો થાય.

ગામનું નામ ભલે ચર્ચામાં હોય પરંતુ રાજકીય નેતાઓ અહીં પગ મૂકવાનું જોખમ નથી લઇ રહ્યાં. સોમવારે અહીં પ્રચારનો છેલ્લો દિવસ છે છતાં એક પણ ઉમેદવાર પ્રચાર માટે પહોંચ્યો નથી. ગામના લોકો કહે છે કે BJPના કેટલાક કાર્યકર્તાઓ આવ્યા હતા. ગામના લોકોનું કહેવું છે કે વડાપ્રધાન કોઇ પણ બને અમને તો સિંચાઇ માટે પાણી મળી જાય તો બસ છે. અત્યારે વરસાદના આધારે ખેતી કરીએ છીએ. ખેડૂતોએ બહાર મજૂરી કરવા જવું પડે છે.

જો કે ગામનું નામ રાફેલ કેમ છે તેના વિશે ગામના વૃદ્ધોને પણ માહિતી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp