પાકિસ્તાનના PM ઇમરાન ખાન વિશે સવાલ પૂછતા નવજોતસિંહ સિધુએ ચાલતી પકડી

PC: indiatimes.com

કોંગ્રેસે લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં 26 સે 26 લોકસભાની બેઠાક પરથી પોતાના ઉમેદવારને જીતાડવા માટે કોંગ્રેસે કોઈ પણ કચાસ બાકી રાખી નથી. રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી જેવા સ્ટાર પ્રચારકો પણ ગુજરાતમાં સભા ગજવી રહ્યા છે. તો બીજી તરફ કોંગ્રેસના યુવા નેતા વધારે સભા ગજવી શકે તે માટે કોંગ્રેસે હાર્દિક પટેલને હેલીકોપ્ટર ફાળવ્યું છે. જેના કારણે હાર્દિક સભા સ્થળે વહેલી તકે પહોંચી શકે અને વાદહ્રે સભા ગજવી શકે. આજે કોંગ્રેસના સ્ટાર પ્રચાકાર નવજોતસિંહ સીધ્ધુ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા અને તેઓની વલસાડ ખાતે કોંગ્રેસના ઉમેદવારને વધારે લોકોનું સમાંર્થેન મળે તે માટે સભા ગજવી હતી. સભામાં લોકોની સંબોધતા સામે નવજોતસિંહ સીધ્ધુએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહારો કર્યા હતા.

જાહેરસભા બાદ મીડિયાકર્મીઓએ જયારે ઇમરાન ખાન વિષે સવાલ પૂછ્યો હતો ત્યારે નવજોતસિંહ સીધ્ધુએ મૌન સેવ્યું હતુ અને તેઓ પોતાની કારમાં બેસવા માટે રવાના થયા હતા. જે સમયે નવજોતસિંહ સીધ્ધુ પોતાની કારમાં બેસી ગયા ત્યરે એક મીડિયા કર્મીએ તેઓની ગાડીના કાચ પાસે તેઓને સવાલ પૂછવા માટે ગયા ત્યારે તેઓએ પોતાની કારનો કાચ પર ખોલ્યો ન હતો સભા સ્થળેથી ચાલતી પકડી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp