મોદી PM બન્યા પછી પહેલીવાર પ્રેસ કોન્ફરન્સમાં હાજર રહ્યા પણ...

PC: ANI

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક ટીકા એવી થતી હતી કે તેમણે પદગ્રહણ કર્યા પછી પ્રેસ કોન્ફરન્સ કરી નથી.જોકે, તેમણે ચૂંટણી પ્રચાર દરમિયાન સંખ્યાબંધ ચેનલોને ઇન્ટરવ્યૂ આપ્યા હતા. છતાં રાહુલ ગાંધી આ મુદ્દાને વારંવાર ઉછાળતા હતા. આ ટીકાનો જવાબ આપતા હોય તે રીતે ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે તેઓ પ્રેસ કોન્ફરન્સમાં હાજર રહ્યા હતા. દિલ્હી ભાજપ હેડક્વાર્ટર્સ ખાતે પાર્ટી પ્રમુખ અમિત શાહ સાથે તેઓ પ્રેસ સમક્ષ હાજર રહ્યા હતા. તેમણે કહ્યું કે પહેલીવાર એક સરકાર તેનો કાર્યકાળ પૂરો કર્યા પછી ફરીથી સંપૂર્ણ મેજોરિટી સાથે આવશે. તેમણે કહ્યું કે આપણા દેશમાં આવું બહુ ઓછીવાર બન્યું છે કે સંપૂર્ણ મેજોરિટી સાથે ફરી સરકાર આવે. 

તેમણે 2014ની વિજયને યાદ કરતા કહ્યું કે ત્યારે 16મી મે એ પરિણામ આવ્યું હતું. 17 મે ના દિવસે મોટી દુર્ઘટના બની હતી. જેઓ સત્તાના લાલચુ હતા અને જેઓ સટ્ટો લગાવતા હતા તેમને મોટું નુકસાન થયું હતું. તેમણે આ વખતની ચૂંટણી પ્રચારને ખૂબ જ ઝીણવટથી તૈયાર કરાયો હોવાનું જણાવ્યું હતું.

વડાપ્રધાનના સંબોધન પછી પાર્ટી પ્રમુખ અમિત શાહે મીડિયાના સવાલોના જવાબ આપ્યા હતા. વડાપ્રધાનને જ્યારે સવાલ પૂછાયો ત્યારે તેમણે કહ્યું કે તેઓ પાર્ટીના શિસ્તબદ્ધ સૈનિક છે. પક્ષપ્રમુખ તેમના માટે સૌથી વધુ મહત્ત્વના છે.

ત્યારે પાર્ટી પ્રમુખ શાહે કહ્યું કે તેમણે બધા જ સવાલોના જવાબ આપ્યા છે. વડાપ્રદાન તમામ સવાલોના જવાબ આપે તે આવશ્યક નથી.

 

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp