26th January selfie contest

ગુનેગાર 16 સાંસદોની ટિકિટ કાપવા ભાજપ પર દબાણ

PC: livehindustan.com

ગુનાખોરી સાથે જેમનું નામ સતત લેવાતું આવ્યું છે એવા ગુજરાત ભાજપના 5 સાંસદની ટિકિટો કાપી કાઢવામાં આવે એવી પૂરી શક્યતા છે. કોંગ્રેસના આવા એક પણ સાંસદ ચૂંટાયેલા નથી તેથી તેમને આ પ્રશ્ન સતાવતો નથી. 2014ની લોકસભાની ચૂંટણીમાં જીતેલા ભાજપના 26 સાંસદોમાંથી 9 સામે અપરાધના કેસ જ્યારે 7 સામે ગંભીર અપરાધના કેસો નોંધાયેલા છે. 26માંથી 16 સાંસદો સામે અપરાધિક મામલા નોંધાયેલા છે. આમ ગુનેહગાર સાંસદોને ગુજરાતની પ્રજાએ ચૂંટી લોકસભામાં બેસાડ્યા છે. જેમની ટિકિટ કાપવા માટે પ્રજાનો એક વર્ગ પક્ષ પર દબાણ કરી રહ્યો છે. પ્રજા એવું ઈચ્છે છે કે 16 સાંસદોને ફરીથી ટિકિટ ન આપવી જોઈએ. આ મત હવે ભાજપમાં પણ બની રહ્યો છે. કારણ કે પીએમ મોદીએ જાહેર કર્યું હતું કે તેઓ દાગી સાંસદો સામે ઝપડથી કામ ચલાવશે. તેમની સામે તેમણે આજ સુધી પગલાં ન લીધા નથી.

છેલ્લાં ભ્રષ્ટ પ્રધાન

કેન્દ્રીય પ્રધાન હરિભાઈ ચૌધરી સામે રૂ.2 કરોડની લાંચના આરોપ બાદ ભાજપ રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે તેમની સામે કોઈ પગલાં ભલે ન લીધા હોય પણ તેમની ટિકિટ કપાય તેવા ભરપૂર પ્રયાસો ભાજપમાંથી થઈ રહ્યાં છે. ભાજપમાં માત્ર હરિભાઈ નહી પરંતુ ઘણા સાંસદો વિવાદમાં રહેલા છે.

35% દાગી નેતાઓ

દેશના 34% કે 297 સાંસદો સામે પોલીસ ફરિયાદ નોંધાયેલી છે. જેમાં 112 સાંસદો સામે ગંભીર પ્રકારના ગુના નોંધાયેલા છે. દેશમાં હાલમાં ભાજપના 281 સાંસદોમાં 97 સાંસદો સામે અપરાધના કેસ નોંધાયેલા છે. એટલે કે 35% દાગી નેતા ભાજપમાં છે. કોંગ્રેસના 44માંથી 8 સામે ગંભીર ગુનાઓ એટલે કે 18% અપરાધિઓ કોંગ્રેસ સાથે જોડાયેલા છે. AIDMKના 37 સાંસદો માંથી 6 સામે, શિવસેનાના 18માંથી 8 સામે અને અન્ય 34માંથી 4 સામે અપરાધના કેસો છે. ધારાસભ્યો અને સાંસદોને ભેગા કરીએ તો 102 માંથી 6% એટલે કે 64 જનપ્રતિનિધિઓ વિરુદ્ધ અપરાધિક મામલા નોંધાયા છે. નેશનલ ઇલેક્શન વોચ અને એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ (એડીઆર)ના પ્રતિનિધિઓ દ્વારા ઇલેક્શન કમિશનને આપવામાં આવેલી જાણકારીના આધારે રિપોર્ટ તૈયાર કર્યો છે. દેશમાં 185 સાંસદો સામે સામાન્ય અપરાધો નોંધાયેલા છે. સુપ્રીમે આ કેસોમાં ગંભીર નિર્ણય લીધો હોત તો 542 સાંસદોમાંથી 297 સાંસદો સામે કાર્યવાહી કરવાની નોબત આવી હોત. જે દેશ માટે અતિ ગંભીર મામલો છે.

ભાજપના આ સાંસદો સામે લાગ્યા છે આક્ષેપો

  • દિલીપ પટેલ – પોલીસને ધાકધમકી આપવી
  • પ્રભાતસિંહ ચૌહાણ – માફિયાગીરી અને બુટલેગરો સાથે સંબંધ
  • મોહન કુંડારિયા – બાળકોની પીઠ પર ચાલનારા, ચાઇલ્ડ એક્ટનો ભંગ
  • સ્મૃતિ ઇરાની- બોગસ ડિગ્રી કૌભાંડ
  • અરૂણ જેટલી – ગુજરાતીઓનાં નાણાં ડૂબાડનારા માધવપુરા બેંકના આરોપીની વકીલાત કરી
  • રૂપાલા-અર્બુદા ક્રેડિટ કૌભાંડના માલિક સાથે સાંઠગાંઠ
  • વિનોદ ચાવડા- નલિયાકાંડમાં નામ ઉછળ્યું
  • સી.આર.પાટીલ – ધાકધમકી, સુરતની ડાયમંડ જ્યુબિલીનું ઉઠમણું
  • વિઠ્ઠલ રાદડિયા- ફાયરિંગ, ધાકધમકી, નોટબંધી બાદ વિવાદાસ્પદ

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp