26th January selfie contest

જો પ્રિયંકા ગાંધી વારાણસીથી ચૂંટણી લડશે, તો PM મોદીને આપશે ટક્કરઃ રોબર્ટ વાડ્રા

PC: dnaindia.com

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાની વારાણસીથી ચૂંટણી લડવાની અટકળો ફરી એકવાર ચર્ચાઈ રહી છે. તેમના પતિ રોબર્ટ વાડ્રાએ કહ્યું હતું કે, પ્રિયંકા ગાંધી વારાણસીથી ચૂંટણી લડશે, તો તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટફ કોમ્પિટિશન આપશે. રોબર્ટ વાડ્રાએ 18 એપ્રિલે પોતાના જન્મ દિવસ પહેલા જરૂરિયાતમંદ બાળકોની વચ્ચે પોતાના જન્મદિવસની ઉજવણી કરી હતી. એવામાં એક કાર્યક્રમમાં તેમણે આ નિવેદન આપ્યું છે.

રોબર્ટ વાડ્રાને પૂછવામાં આવ્યું કે, જો પ્રિયંકા ગાંધી વાડ્રા વારાણસીથી ચૂંટણી લડશે, તો શું તે વડાપ્રધાનને ટક્કર આપી શકશે? તેના જવાબમાં તેમણે કહ્યું હતું કે, બિલકુલ, લોકોને બદલાવ જોઈએ. લોકો પ્રિયંકામાં બદલાવ અને ખુશી જુએ છે.

આ અગાઉ રાયબરેલીમાં પાર્ટી કાર્યકર્તાઓ સાથે વાત કરતી વખતે પ્રિયંકા ગાંધીએ પોતે પણ વારાણસીથી ચૂંટણી લડવાનો ઈશારો કર્યો હતો. તેમણે પાર્ટી કાર્યકર્તાઓને પૂછ્યું હતું, વારાણસીથી લડી લઉં?

જોકે, કોંગ્રેસે હજુ સુધી આધિકારીકરીતે પ્રિયંકા ગાંધીના વારાણસીથી ચૂંટણી લડવા અંગે કોઈ ટિપ્પણી કરી નથી. પાર્ટીના સુત્રોએ આ સંભાવનાઓનો ઇનકાર કર્યો છે. તેમ છતા પાર્ટીના કેટલાક નેતાઓ પ્રિયંકાને ચૂંટણી લડાવવાની વકાલત કરી રહ્યા છે.

 

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp