26th January selfie contest

સંજય દત્તને આ પક્ષ આપી શકે છે લોકસભાની ટિકિટ

PC: thefrustratedlawyer.in

સંજય દત્તના પિતા સુનિલ દત્તની રાજકારણી તરીકે એક ચોખ્ખી છાપ હતી. હવે, એવા અહેવાલ આવી રહ્યાં છે કે અભિનેતા સંજય દત્ત પણ રાજકારણમાં પ્રવેશ કરવાનો વિચાર કરી રહ્યો છે. 2014માં પણ સંજય દત્ત સમાજવાદી પક્ષ સાથે જોડાયો હતો પરંતુ જેલની સજાને લીધે ચૂંટણી લડી શક્યો ન હતો. મીડિયા હેવાલ પ્રમાણે, સંજય દત્ત ઉત્તરપ્રદેશની ગાઝિયાબાદ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી શકે છે. એવું માનવામાં આવી રહ્યું છે કે SP અને BSP બંને પાર્ટીઓ સંજય દત્તને પોતાના પક્ષમાં સામેલ કરવા માટે તૈયાર થઇ છે. જો કે આ હેવાલને હજી અધિકૃત સમર્થન સંજય દત્ત તરફથી મળ્યું નથી.

રસપ્રદ છે કે સંજય દત્તે 2013માં અરશદ વારસી, વિવેક ઓબરોય, મિનિષા લાંબા સાથે ‘જિલા ગાઝિયાબાદ’ નામની એક ફિલ્મમાં કામ કર્યું હતું. આ પહેલા જ્યારે સંજય દત્ત સમાજવાદી પક્ષ સાથે જોડાયા હતા ત્યારે તેઓ લાંબો સમય રાજનીતિમાં રહી શક્યા ન હતા. એ સમયે સંજય દત્તે કહ્યું હતું કે પોલિટિક્સની દુનિયા ઘણી અલગ છે. ઉલ્લેખનીય છે કે સંજય દત્તની બહેન પ્રિયા દત્તને કોંગ્રેસ મુંબઇમાંથી ટિકીટ આપી છે. પ્રિયા દત્ત પહેલા પણ પોતાના પિતાની પરંપરાગત બેઠક પરથી સાંસદ રહી ચૂકી છે. 2014માં મુંબઇ નોર્થની આ બેઠક પરથી પ્રિયાની હાર થઇ હતી.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp