ECના બેન સામે માયાવતીને ન મળી રાહત, SCએ કહ્યું- લાગે છે EC હવે જાગ્યું છે

PC: ndtv.com

હેટ સ્પીચને લઈને ચૂંટણી આયોગની કાર્યવાહી બાદ માયાવતીએ સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે, પરંતુ માયાવતીને હાલ સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી નથી. માયાવતી પર મુકવામાં આવેલા ચૂંટણી આયોગના બેન પર હાલ સુપ્રીમ કોર્ટે સુનાવણી કરવાનો ઇનકાર કર્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, આ સંબંધમાં યાચિકા દાખલ કરો, પછી અમે સુનાવણી કરીશું. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, અમે કહી શકીએ છીએ કે ચૂંટણી આયોગે પોતાની શક્તિઓનો ઉપયોગ કર્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, ચૂંટણી આયોગે આચાર સંહિતા તોડનારાઓ વિરુદ્ધ કાર્યવાહી કરી. જણાવી દઈએ કે, ચૂંટણી આયોગે હેટ સ્પીચને લઈને ચૂંટણી આયોગે માયાવતી પર 48 કલાક અને CM યોગી આદિત્યનાથ પર 72 કલાક માટે ચૂંટણી પ્રચાર કરવા પર બેન લગાવી દીધો છે. આ આદેશ આજે સવારે 6 વાગ્યાથી લાગુ છે.

મળતી માહિતી અનુસાર, માયાવતી તરફથી દુષ્યંત દવેએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે, ચૂંટણી આયોગે મનમાની કરીને માયાવતીના ચૂંટણી પ્રચાર પર બેન લગાવી દીધો છે. આથી, સુપ્રીમ કોર્ટ દ્વારા ચૂંટણી આયોગના નિર્ણય પર રોક લગાવવામાં આવે. આ અંગે ચીફ જસ્ટિસે કહ્યું હતું કે, તમે યાચિકા દાખલ કરો, ત્યારે અમે સુનાવણી કરીશું. માયાવતી તરફથી કહેવામાં આવ્યું હતું કે, તેમણે રેલી કરવી છે અને જનસભા કરવી છે અને હાલ સમય નથી.

સુપ્રીમ કોર્ટે ચૂંટણી આયોગની હેટ સ્પીચ મામલામાં કાર્યવાહી પર સંતોષ વ્યક્ત કર્યો છે અને કહ્યું હતું કે, હાલ કોઈ નવા આદેશ આપવાની જરૂર નથી. આઝમ ખાં, માયાવતી, CM યોગી અને મેનકા ગાંધીના પ્રચાર પર બેન બાદ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, લાગે છે કે ચૂંટણી આયોગ અમારા આદેશ બાદ જાગ્યું છે અને તેણે ઘણા નેતાઓને ચૂંટણી પ્રચાર પર થોડાં કલાકો માટે બેન લગાવ્યો છે.

ચૂંટણી આયોગ દ્વારા આપાવમાં આવેલા પ્રતાર બેન અંગે માયાવતીએ કહ્યું હતું કે, તેમના પર લગાવવામાં આવેલો બેન દબાવવમાં લેવામાં આવેલો નિર્ણય છે અને આ એક ષડયંત્ર અને લોકતંત્રની હત્યા છે. માયાવતીએ સોમવારે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, આયોગે સુહારનપુરના દેવબંદમાં આપવામાં આવેલા નિવેદન પર તેમની સફાઈને નજરઅંદાજ કરીને તેમના પર પાબંદી લગાવવામાં આવી છે, જે લોકતંત્રની હત્યા છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp