26th January selfie contest

વડોદરામાંથી એક ચાવાળાએ BJPમાંથી માગી લોકસભા ચૂંટણીની ટિકિટ

PC: patrika.com

લોકસભા ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષોએ પોતાના ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરવાનું શરૂ કરી દીધુ છે, તો સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી તરફથી આજે એટલે કે શનિવારે ચૂંટણીને લઈને 100 ઉમેદવારોનું પહેલું લિસ્ટ જાહેર કરવામાં આવી શકે છે. દરમિયાન, ટિકિટ માટે દાવેદારોનો પૂર આવ્યો છે. હવે, વડોદરાથી ચા વેચનારા એક વ્યક્તિએ ચૂંટણી લડવા માટે BJP પાસે ટિકિટ માંગી છે.

ચા વેચનારો આ વ્યક્તિ કોઈ સામાન્ય ચા વેચનારો નથી. કિરન મહિડા નામના આ ચા વેચનારાને 2014ની લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વડોદરાથી ઉમેદવારી દરમિયાન તેમના સમર્થક તરીકે પેપર પર હસ્તાક્ષર કર્યા હતા. હવે આ જ ચા વેચનારાએ BJPની લોકસભા ચૂંટણી સમિતિ પાસે ટિકિટ માટે દાવેદારી રજૂ કરી છે.

કિરન મહિડા વડોદરામાં કોર્પોરેશન ઓફિસની સામે ચાની દુકાન ચલાવે છે. 2014માં ચૂંટણી જીતીને વડાપ્રધાન બન્યા બાદ મોદી જ્યારે વડોદરાના લોકોનો આભાર વ્યક્ત કરવા આવ્યા હતા, ત્યારે તેઓ આ ચાવાળાને પોતાની સાથે સ્ટેજ પર બેસાડ્યો હતો. એટલું જ નહીં પરંતુ 5 વર્ષ પહેલા ચૂંટણીમાં મોટી જીત મેળવ્યા બાદ 26 મેના રોજ વડાપ્રધાન પદના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થવા માટે નરેન્દ્ર મોદીએ કિરન મહિડાને પણ દેશ-વિદેશના તમામ VIP લોકોની સાથે આમંત્રિત કર્યો હતો.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp