26th January selfie contest

લોકસભા ચૂંટણી લડવા માટે અમારી પાસે પર્યાપ્ત ઉમેદવારો જ નથી: બંગાળ BJP ચીફ

PC: dnaindia.com

પશ્ચિમ બંગાળ BJP અધ્યક્ષ દિલીપ ઘોષનું કહેવુ છે કે, તેમની પાર્ટીની પાસે લોકસભા ચૂંટણી જીતવા લાયક ઉમેદવાર જ નથી. ઘોષે કહ્યુ હતુ કે, અમારી પાસે પાર્ટી નેતા અને કાર્યકર્તા છે, જે ખૂબ જ મહેનત કરી રહ્યા છે. અમે તેમને પંચાયત અને વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ આપી હતી. પરંતુ લોકસભા ચૂંટણી લડવા લાયક અમારી પાસે ઉમેદવાર નથી, જે ચૂંટણી જીતી શકે.

જ્યારે તેમને પૂછવામાં આવ્યુ હતુ કે, અન્ય દળોમાંથી આવીને BJPમાં પ્રમુખતા મેળવનારા નેતાઓ પ્રત્યે પાર્ટી નેતાઓમાં નારાજગી છે? તો તેના જવાબમાં ઘોષે કહ્યુ હતુ કે, અમારી પાર્ટીમાં એવુ કંઈ નથી. જો કોઈ આવવા ઈચ્છે અને વિકાસ માટે અમારી પાર્ટી સાથે જોડાવા માંગે તો અમે કઈ રીતે તેમને રોકી શકીએ?

જણાવી દઈએ કે, હાલમાં જ તૃણમૂલ કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરાયેલા સાંસદ અનુપમ હાજરા અને પશ્ચિમ બંગાળના બે વર્તમાન ધારાસભ્યો BJPમાં જોડાયા હતા. તૃણમૂલ કોંગ્રેસ સુપ્રીમો મમતા બેનર્જીએ BJPમાં સામેલ થનારા પોતાના આ નેતાઓને ગદ્દાર જાહેર કર્યા હતા. બગદાથી કોંગ્રેસ ધારાસભ્ય દુલાલ ચંદ્ર બર અને હબીબપુરથી માકપા ધારાસભ્ય ખગેન મુર્મૂ પણ BJPમાં સામેલ થયા હતા. આ ત્રણેય નેતાઓ ઉપરાંત બંગાળમાંથી એક અલ્પસંખ્યક સમુદાયના વિવિધ સભ્યો પણ BJPમાં સામેલ થયા.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp