26th January selfie contest

લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની હાર થઇ તો આ રાજ્યના મુખ્યમંત્રી રાજીનામું આપી દેશે

PC: moneycontrol.com

પંજાબમાં નવજોતસિંહ સિદ્ધુની પત્નીની ટિકિટ કાપી નાખવાનો આરોપ સહી રહેલા મુખ્યમંત્રી અમરિન્દર સિંહે કહ્યું કે જો રાજ્યમાં કોંગ્રેસે સારું પ્રદર્શન ન કર્યું તો તે રાજીનામું ધરી દેશે. પંજાબની 13 બેઠકો અને ચંડીગઢમાં છેલ્લા તબક્કામાં 19મીએ મતદાન થનાર છે.

પંજાબના મુખ્યમંત્રીએ કહ્યું કે, જો લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ રાજ્યમાં સાફ થઇ ગઇ તો જવાબદારી હું લઇને રાજીનામું આપી દઇશ. તેમણે કહ્યું કે, રાજ્યમાં કોંગ્રેસના પ્રદર્શન માટે બધા મંત્રી અને ધારાસભ્યો જવાબદાર રહેશે. પાર્ટી હાઇકમાને પંજાબમાં કોંગ્રેસ ઉમેદવારની જીત અને હાર માટે ધારાસભ્યો અને મંત્રીઓને જવાબદારી સોંપી છે. હું રાજ્ય માટે જવાબદારી લેવા તૈયાર છું પરંતુ મને ભરોસો છે કે કોંગ્રેસ પંજાબમાં બધી લોકસભા બેઠકો જીતી લેશે. ત્યારબાદ કેબિનેટ મંત્રી નવજોતસિંહ સિદ્ધુએ પોતાની પત્નીના બચાવમાં આવીને કહ્યું હતું કે મારી પત્ની નૈતિક રૂપથી એટલી મજબૂત છે કે તે કદી ખોટું નહીં બોલે, આ જ મારો જવાબ છે.

આ પહેલા પંજાબના CM એ નવજોત સિંહ સિદ્ધુના પત્ની નવજોત કૌરની ટિકિટ કાપવાના નિવેદનને ફગાવી દીધું હતું. કેપ્ટન અમરિન્દર સિંહે કહ્યું કે તેમને અમૃતસર કે ભટિંડા બેઠક પરથી કોંગ્રેસની ટિકિટનો પ્રસ્તાવ આપ્યો હતો પરંતુ તેમને પોતે જ ઇનકાર કરી દીધો હતો. ઉલ્લેખનીય છે કે અમરિન્દર સિંહ અને નવજોતસિંહ સિદ્ધુ વચ્ચે પંજાબ કોંગ્રેસ પર વર્ચસ્વની લડાઇ ચાલી રહી છે. આ બંને નેતાઓ એકબીજા પર પ્રહારો કરતાં આવ્યાં છે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp