કોંગ્રેસ પાર્ટીમાં ગુંડાઓને મળી રહ્યું છે મહત્ત્વ : પ્રિયંકા ચતુર્વેદી

PC: Scroll.in

કોંગ્રેસ નેતા અને પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ મહિલાઓ સાથે ગેરવ્યવહાર કરનારા નેતાઓને પાર્ટીમાં મહત્ત્વ આપવામાં આવતું હોવાનો સનસનીખેજ આરોપ પોતાની જ પાર્ટી પર લગાવ્યો છે. પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું કે, જે લોકો મહેનત કરીને પોતાની જગ્યા બનાવે છે, તેમના સ્થાને ખોટા લોકોને મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે.

પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું કે, ઘણી દુખી છું કે પોતાનું લોહી અને પરસેવો પાડનારા કરતા ગુંડાઓને કોંગ્રેસમાં મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે. પાર્ટી માટે મે ગાળો અને પથ્થર ખાધાં છે, તે છતાં પાર્ટીના જ લોકો મને ધમકાવી રહ્યાં છે. જે લોકો ધમકાવી રહ્યાં છે તે બચી ગયા છે. તેમનું કાર્યવાહી વિના બચી જવું કમનસીબી છે.

પ્રિયંકાએ પોતાની ટ્વીટ સાથે એક પત્ર પણ જોડ્યો છે જેને વિજય લક્ષ્મીના ટ્વીટર હેન્ડલ પરથી રજૂ કરવામાં આવ્યું છે. આ મામલો મથુરાનો છે જ્યારે પ્રિયંકા ચતુર્વેદી રાફેલ મામલે એક પ્રેસ કોન્ફરન્સ કરી રહી હતી એ સમયે કેટલાક કોંગ્રેસી કાર્યકર્તાઓએ તેમની સાથે ગેરવ્યવહાર કર્યો હતો. ત્યારબાદ કાર્યવાહી થઇ હતી. પત્રમાં અનુશાસનાત્મક કાર્યવાહીની વાત થઇ હતી પરંતુ લખવામાં આવ્યું હતું કે જ્યોતિરાદિત્ય સિંધિયાએ કાર્યવાહી રદ કરી નાખી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp