અજિત પવાર BJP સાથે વાતચીત કરી રહ્યા હતા તે શરદ પવાર પણ જાણતા હતા

PC: tosshub.com

NCPના અધ્યક્ષ શરદ પવારે મહારાષ્ટ્રમાં સરકારની રચનાના ઘટનાક્રમને લગતો વધુ એક ખુલાસો કર્યો છે. તેમણે મંગળવારે કહ્યું કે તેમને ખબર હતી કે ભત્રીજા અજિત પવાર અને BJPના નેતા દેવેન્દ્ર ફડણવીસ વચ્ચે વાતચીત થઈ રહી છે. જો કે, તેમણે વિચાર્યું ન હતું કે બંને આટલું આગળ વધશે. NCP અધ્યક્ષે કહ્યું કે અજિતનું આ રીતે પક્ષ બદલવો મારા માટે અવિશ્વસનીય છે. સોમવારે શરદ પવારે દાવો કર્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને સાથે મળીને કામ કરવાની ઓફર કરી હતી, પરંતુ તેમણે તેને ઠુકરાવી દીધી હતી.

મંગળવારે એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા પવારે કહ્યું હતું કે 22 નવેમ્બરના રોજ કોંગ્રેસના નેતાઓ સાથે થયેલી ચર્ચાથી અજિત ખૂબ જ નાખુશ હતો. કોંગ્રેસ કેબિનેટમાં વધારાના ભાગની માગ કરી રહી હતી. હું ઉભો થયો અને સભામાંથી બહાર આવ્યો, અજિત પણ બહાર આવ્યો. તેણે મારા સાથીઓને કહ્યું - હું નથી જાણતો કે કાલે આપણે કેવી રીતે કાર્ય કરી શકશું. બીજા દિવસે તેમણે BJPના દેવેન્દ્ર ફડણવીસની સાથે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.

શરદ પવારે કહ્યું, તે જ રાત્રે અજિત પવાર અને દેવેન્દ્ર ફડણવીસ વચ્ચે બેઠક થઈ. જો કે બંને વચ્ચે પહેલાથી વાટાઘાટો ચાલી રહી હતી. તેમણે કહ્યું, BJPના કેટલાક નેતાઓએ સૂચન આપ્યું હતું કે આપણે સાથે મળીને કામ કરી શકતા નથી, તેમ છતાં આપણે એક વાતચીત કરવી જોઈએ. મૂળ વિચાર વાતચીત કરવાનો હતો. આ વાતચીત અજિત અને ફડણવીસ વચ્ચે થઈ હતી. પવારે કહ્યું કે તેમને ખબર ન હતી કે તેમનો ભત્રીજો આવું પગલું ભરશે. 23 નવેમ્બરના રોજ સવારે 6.30 વાગ્યે અજિતે ફડણવીસ સાથે શપથ લેતા જોઈને તે આશ્ચર્યચકિત થઈ ગયા. તેમણે એમ પણ કહ્યું કે તે કહેવું એકદમ ખોટું છે કે અજિત પવારે તેમના આશીર્વાદ મેળવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp