26th January selfie contest

શિવસેનાને કોંગ્રેસ પર પ્રેમ ઉભરાયો, સંજય રાઉતે આપ્યું આ નિવેદન

PC: akm-img-a-in.tosshub.com

મહારાષ્ટ્રમાં સરકારની રચના માટે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે શિવસેનાના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે કહ્યું છે કે જો કોઈ સરકાર રચવા તૈયાર નથી તો અમે આ જવાબદારી લેવા તૈયાર છીએઆ. આ સાથે તેમણે કોંગ્રેસ વિશે મોટું નિવેદન આપ્યું છે. સંજય રાઉતે કહ્યું છે કે કોંગ્રેસ રાજ્યની દુશ્મન નથી. ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા શિવસેનાના નેતાએ કહ્યું કે, જો કોઈ સરકાર બનાવવા તૈયાર નથી, તો શિવસેના આ જવાબદારી લઈ શકે છે. કોંગ્રેસ વિશે પૂછેલા સવાલ પર તેમણે કહ્યું કે, 'કોંગ્રેસ રાજ્યની દુશ્મન નથી. બધા પક્ષોમાં કેટલાક મુદ્દાઓ પર મતભેદ હોય છે.

મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ શનિવારે BJPને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું હતું. સંજય રાઉતનું આ નિવેદન વિધાનસભાની ચૂંટણીમાં સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવેલા BJPને આમંત્રણ બાદ આવ્યું છે. આ પહેલા શુક્રવારે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે રાજ્યપાલને મળ્યા હતા અને રાજીનામું સુપરત કર્યું હતું. ભગતસિંહ કોશ્યારીએ તેમને સરકારની રચના થાય ત્યાં સુધી મુખ્ય પ્રધાન તરીકે ચાલુ રાખવા જણાવ્યું છે. ફડણવીસના રાજીનામા પછી મહારાષ્ટ્રના રાજકારણમાં નવો વળાંક આવ્યો.

શિવસેના તેની માંગણીઓ પર અડગ છે, BJP ઝૂકાવવા તૈયાર નથી
24 ઓક્ટોબરે આવેલા મહારાષ્ટ્રની ચૂંટણીઓનાં પરિણામો ત્યારબાદ BJP અને શિવસેના વચ્ચે સરકારની રચના અંગેનો મડાગાંઠ ચાલુ છે. શિવસેના અઢી વર્ષ સત્તામાં મુખ્ય ભાગીદારી અને મુખ્યમંત્રી પદના મુદ્દા પર અડગ રહી છે, જ્યારે BJP આ બંને મુદ્દાઓ સામે નમવા તૈયાર નથી. સંજય રાઉતના આજના નિવેદનથી, એવું લાગે છે કે શિવસેના અન્ય વિકલ્પો પર પણ વિચારણા કરી રહી છે. જોકે શિવસેના સાથે જવાના મુદ્દે કોંગ્રેસ તરફથી કોઈ નિવેદન આવ્યું નથી.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp