હજુ એકનાથ શિંદેનું નક્કી નથી, સરકારમાં રહેશે કે નહીં, કહ્યું- હજુ સુધી...

PC: etvbharat.com

ફાઈનલી આજે મહારાષ્ટ્રના CM કોણ બનશે તે અંગેની જાહેરાત થઈ ગઈ છે. બુધવારે ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં દેવેન્દ્ર ફડણવીસનું નામ ફાઈનલ કરવામાં આવ્યું હતું. આ પછી ફડણવીસ, એકનાથ શિંદે અને અજિત પવાર રાજ્યપાલ રાધાકૃષ્ણનના આવાસે પહોંચ્યા હતા અને અહીં તેમણે સરકાર બનાવવાનો દાવો કર્યો હતો.

સરકાર રચવાનો દાવો કર્યા બાદ ફડણવીસ, શિંદે અને અજિત પવારે સંયુક્ત પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે CM પદ ટેક્નિકલ છે, પરંતુ તે ત્રણેય (ફડણવીસ, શિંદે અને અજીત) સાથે મળીને નિર્ણય લેશે. ફડણવીસે કહ્યું કે 'એકનાથ શિંદે અને અજિત પવારે CM પદ માટે મારું નામ આગળ કર્યું. મેં શિંદેને સરકારનો હિસ્સો રહેવા વિનંતી કરી છે. અમે તેમની પાસેથી સકારાત્મક પ્રતિસાદની અપેક્ષા રાખીએ છીએ. અમે સાથે મળીને સરકાર ચલાવીશું. જનતાને આપેલા વચનો પૂરા કરવામાં આવશે.

ફડણવીસે વધુમાં જણાવ્યું હતું કે આવતીકાલે ગુરુવારે PM મોદી શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે. આ સાથે મહાયુતિ ગઠબંધનના ત્રણેય પક્ષો (ભાજપ, શિવસેના, NCP)ના નેતાઓ ત્યાં હાજર રહેશે. શપથ ગ્રહણ સમારોહ આવતીકાલે સાંજે 5.30 કલાકે યોજાશે.

અજિત પવારે કહ્યું હતું કે 'અમારી પાસે સંપૂર્ણ બહુમતી છે. કોણ કયા રસ્તે જશે તેની અમને ચિંતા નથી. અમે રાજનીતિને બદલે શાસન પર ધ્યાન આપીશું.

મહારાષ્ટ્રમાં CM પદ માટેનું સસ્પેન્સ સમાપ્ત થઈ ગયું છે. પરંતુ એકનાથ શિંદે સરકારનો હિસ્સો રહેશે કે નહીં તે હજુ સ્પષ્ટ નથી. સરકાર રચવાનો દાવો કર્યા બાદ દેવેન્દ્ર ફડણવીસે પત્રકાર પરિષદમાં કહ્યું કે તેમણે શિંદેને સરકારમાં રહેવા માટે વિનંતી કરી છે.

આ પછી એકનાથ શિંદેએ કહ્યું, 'હું ફડણવીસને અભિનંદન આપું છું. હું સાંજે કહીશ કે હું સરકારનો ભાગ બનીશ કે નહીં. આના પર અજિત પવારે કહ્યું કે, 'હું આવતીકાલે શપથ લેવાનો છું પરંતુ શિંદેનો નિર્ણય શું હશે તે જાણવા માટે તમારે રાહ જોવી પડશે.'

એકનાથ શિંદેએ કહ્યું, 'દાદાને શપથ લેવાનો વધુ અનુભવ છે. તે સવાર અને સાંજ બંનેનો અનુભવ છે. આ પછી ત્યાં હાજર બધા હસવા લાગ્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp