બીજા રાજ્યોની જેમ ભાજપે મહારાષ્ટ્રમાં પ્રયોગ કેમ ન કર્યો?
ભારતીય જનતા પાર્ટી હંમેશાં નવા નવા પ્રયોગો કરવા માટે જાણીતી છે. મધ્ય પ્રદેશ, રાજસ્થાન, હરિયાણા અને ગુજરાતમાં મુખ્યમંત્રી માટે જે પ્રયોગ ભાજપે કર્યા હતા, તેવો પ્રયોગ મહારાષ્ટ્રમાં કરવાની હિંમત કરી નથી.
ભાજપે મહારાષ્ટ્રમાં ઉજળિયાત વર્ગને મુખ્યમંત્રી પદ સોંપીને મોટો મેસેજ આપી દીધો છે. બીજા રાજ્યોની જેમ ભાજપે મહારાષ્ટ્રમાં પ્રયોગ એટલા માટે ન કર્યો, કારણકે દેવેન્દ્ર ફડણવીસ 6 વખત ધારાસભ્ય બની ચૂક્યા છે અને મહારાષ્ટ્રમાં હવે સ્વીકાર્ય ચહેરો બની ગયા છે.
2022માં જ્યારે શિંદે સાથે ભાજપે સરકાર બનાવી ત્યારે દેવેન્દ્ર ફડણવીસે ડેપ્યુટી મુખ્યમંત્રી પદ સ્વીકારીને કડવો ઘુંટ પી લીધો હતો.
મહારાષ્ટ્રમાં ફડણવીસ અને ભાજપને જીતાડવા માટે RSSએ ખાસ્સી મદદ કરી હતી અને RSS ફડણવીસ મુખ્યમંત્રી બને તેવું દબાણ કર્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp