ભાજપ એકનાથ શિંદેને આટલું બધું મહત્ત્વ કેમ આપે છે?
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ 149 ઉમેદવારોમાંથી 132 બેઠકો જીત્યું અને પાવરફુલ પાર્ટી બની ગઇ છતા 8 દિવસ પછી પણ જ્યારે મુખ્યમંત્રી પદનું કોકડું ગુંચવાયેલું છે ત્યારે સવાલ એ છે કે ભાજપ એકનાથ શિંદેન આટલું બધું મહત્ત્વ કેમ આપે છે?
જાણકારોનું માનવું છે કે, ભાજપ માને છે કે એકનાથ શિંદે એ મહાયુતિ સરકારમાં મહત્ત્વની કડી છે. છેલ્લાં 1 વર્ષમાં મરાઠા સમાજમાં શિંદે એક પ્રમુખ ચહેરા તરીકે ઉપસી આવ્યા છે. મરાઠા અનામત આંદોવનમાં પણ તેમની ભૂમિકા મહત્ત્વની રહી જેને કારણે મહાયુતિ ચૂંટણીમાં જીતી શકી.
બીજું કે જો શિંદેને મહાયુતિમાંથી હટાવી દેવામાં આવે તો, અજીત પવાર મહાયુતિ પર હાવી થઇ જાય. અજીત પવાર છેલ્લાં કેટલાંક સમયથી મહાયુતિ પર અંકુશ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp