રોજના 6 કરોડનું દાન કરનાર ઉદ્યોગકારના એક જ દિવસમાં 46 હજાર કરોડ ધોવાયા
રોજના 6 કરોડ રૂપિયાનું દાન કરનારા ભારતના એક ઉદ્યોગપતિની સંપત્તિ એક જ દિવસમાં 46485 કરોડ રૂપિયા ધોવાઇ ગઇ હતી. તાજેતરમાં સૌથી વધુ દાનવીર ઉદ્યોગપતિઓની યાદી જાહેર થઇ હતી જેમાં HCL ટેક્નોલોજી કંપનીના ચેરમેન શિવ નાદર સૌથી ટોચ પર હતા. તેમણે 2024માં 2153 કરોડ રૂપિયાનું દાન કરવામાં આવ્યું હતું.
14 જાન્યુઆરીના દિવસે HCL ટેક્નોલોજી કંપનીના શેરનો ભાવ 9 ટકા તુટી ગયો હતો, જેને કારણે નાદરની સંપત્તિમાં 46485 કરોડ રૂપિયાનું ધોવાણ થયુ હતું. કારણ એવું હતુ કે, કંપનીના ત્રિમાસિક પરિણામો પ્રોત્સાહક જાહેર નહોતા થયા.
13 જાન્યુઆરીએ 1989 રૂપિયા પર હતો જે મંગળવારે 1813 પર બંધ રહ્યો અને 17 જાન્યુઆરીએ વધારે ઘટીને 1789 પર આવી ગયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp